By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજામનગરન્યૂઝ

જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:31 PM
2 years ago
Share
જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત
SHARE

બ્રાસપાર્ટની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની, બે સંતાનો સાથે ભરેલા પગલાથી ભારે અરેરાટી : આપઘાતનું કારણ અકબંધ

જામનગરમાં બ્રાસ પાર્ટસની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની અને બે સંતાનો સાથે ભાણવડના ધારાગઢ ખાતે દોડી જઇ જંગલ-ઝાડી વિસ્તારમાં ચારેય સભ્યોએ એકી સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે. ઘટના બાદ સ્થળ પર દોડી આવેલી પોલીસે મૃતદેહો હોસ્પિટલે ખસેડયા બાદ સામુહિક આપઘાત પાછળનું કારણ શોધવા કવાયત આરંભી છે. હાલ એવું મનાય છે કે પોલીસને સ્થળ પરથી એક બેગ મળી આવી છે અને તેમાં સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી હોય તેવું મનાય રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42)ને જામનગરમાં પિત્તળની ભઠ્ઠી છે. તે કોઈપણ સમયે પત્ની લીલુબેન (ઉ.વ. 42), પુત્ર જિજ્ઞોશ (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ (ઉ.વ. 18) સાથે બે ટુ વ્હીલર પર સંભવતઃ જામનગરથી નીકળી લાલપુર થઈ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામે પહોંચ્યા હતા.

જયાં રોડથી અંદરની સાઈડ 500 મીટરના અંતરે રેલ્વે ફાટક નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ચારેયના સ્થળ પર મોત નિપજયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેમને બેભાન હાલતમાં જોતાં ભાણવડ પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઈ માણસુરભાઈ સવસેટા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. તે વખતે સ્થળ પરથી એક બાઈક અને એકટીવા મળી આવ્યું હતું. 

પરિવારના ચારેય સભ્યોને 108માં ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પરથી મૃતકોના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાંથી એક મોબાઈલમાં સ્ક્રીન લોક ન હોવાથી તેના આધારે પોલીસે મૃતકોના સંબંધીઓને કોલ કરી ઓળખ મેળવી હતી. 

સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે પી આત્મહત્યા કરી લીધાના તારણ પર પોલીસ પહોંચી હતી. જોકે પરિવારના ચારેય સભ્યોએ કયા કારણથી આ અંતિમ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આપઘાત પાછળનું કારણ ગંભીર હશે તેવું પોલીસ માની રહી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે. 

ચારેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. પરિવારના ચારેય સભ્યો ખરેખર જામનગરથી કયારે નીકળ્યા, કયારે ધારાગઢ પહોંચી આ પગલું ભર્યું તે વિશે પણ પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી.  આપઘાત કરનાર પરિવારના મોભી અશોકભાઈ મૂળ જામનગરના મોડપર ગામના વતની છે. જયારે તેના પત્ની લાલપુરના નાંદુરી ગામના વતની છે તેમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા
ગુજરાત

ઉના શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સમીક્ષા

Editor By Editor 1 day ago
ગુજરાત ગૌરવ દિન અને આંતરરાષ્ટ્રીય મજૂર દિનની ઉજવણી
રાજકોટમાં સૂર્યપ્રકોપ, ૪૨.૯ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર
રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?