મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ
રજની નમકીનમાંથી ૯૦ કિલો, મહાદેવ નાસ્તા હાઉસમાંથી ૨૦ કિલો, ખોડિયાર ચટણીમાંથી વાસી ખોરાક સહિત ૧૭૯ કિલો અખાદ્ય પદાર્થ ઝડપાતા નાસ કરાયો : દુધ, પનીર સહિતના ૧૫ નમૂના લેવાયા : વહિવટી ચાર્જની વસુલાત : 33 પેઢી લાયસન્સ વગર ધમધમતી ઝડપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 92 પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ 179 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 33 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.51,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ 15 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ 3 પેઢીને સીલ કરવામાં આવી છે.
સોરઠીયા વાડી -1 ના છેડે લલુડી વોકળી, બાપા સીતારામ ચોક, રાજકોટ મુકામે આવેલ “શ્રી ખોડીયાર ચટણી” પેઢીને સીલ કરવામાં આવેલ. ઉત્પાદન સ્થળ સિન્થેટિક ફૂડ કલર, નોન ફૂડ ગ્રેડ, કેમિકલ્સ નો સોસ બનાવમાં ઉપયોગ કરતાં હોય. તેમજ પેઢીને રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. (1)ફૂટ સ્ક્વોસ(લૂઝ), (2)ખજૂરની ચટણી(લૂઝ), (3)લીલી ચટણી(લૂઝ), મુજબ ત્રણ નમૂના લેવામાં આવ્યા છે.
વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, નારાયણ એસ્ટેટ, ગોપાલ હોટલ વાળી શેરી, રાજકોટ મુકામે આવેલ “રજની નમકીન” પેઢીને સીલ કરવામાં આવેલ. પડતર, ફરસાણ કુલ મળીને અંદાજિત 90 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે.
ભીમનગર ચોક, નાના મવા રોડ નો છેડે, રાજકોટ મુકામે આવેલ “મહાદેવ નાસ્તા હાઉસ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે કુલ મળીને અંદાજિત 20 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી.
રઘુવંશી વડાપાઉ, જલારામ વડાપાઉ, બાલાજી ફાર્મસી, મોમાઈ પાન, દેવપુષ્પ મેડિકલ, બેંગાલ સ્વીટ્સ, શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર, જલારામ જનરલ સ્ટોર, પટેલ ફરસાણ એન્ડ સ્વીટ, ગાત્રાળ ચા, વિજય પાન એન્ડ કોલ્ડ્રીંક, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, રાજ શક્તિ દાલ બાટી, રાજશક્તિ ગાંઠિયા, અલ્કા પાન, ન્યુ શુભમ ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીક્સ, શ્રીનાથજી વેફર એન્ડ નમકીન, રવેચી ટી સ્ટોલ એન્ડ પાન મસાલા, જય શ્રી આશાપુરા માર્ટ, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, સંજીવની મેડિસિન્સ, પ્રધાનમંત્રી જનૌષધિ મેડિકલ, લાઈફકેર ફાર્મા, મારુતિ મેડિકલ & જનરલ સ્ટોર, રાજ કોલ્ડ્રિક્સ & આઈસક્રીમ, સુરેશ નમકીન અમુલ પાર્લર, મહાવીર પ્રોવિઝન & જનરલ સ્ટોર, ભગવતી ખીરું, મારવાડી પાણીપુરી, શ્રી શિવ મેડિકલ, શ્રી ચામુંડા ડેરી ફાર્મ, જલારામ પાન એન્ડ કોલ્ડ્રીક્સમાં તપાસ કરવામાં આવી હતી.
MDM કિચન: શાસ્ત્રી મેદાન સામે સૂચક સ્કુલ 4-પ્રીપેડ ફૂડ તથા 3-મસાલા અને 1-ચણા ના કુલ-8 નમુના લેવામાં આવેલ, માહી ફૂડ પ્રોડક્ટસ: વાવડી ગામ પાસે, જલિયાણ ઇન્ડસ્ટ્રીયલ, કિસ્મત પાન સામે. અયોગ્ય સ્ટોરેજ, યોગ્ય લેબલિંગ નો અભાવ અંગે નોટિસ આપેલ., 10kg લોટ નાશનો નાશ કરી 5000 વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તથા-(1) ચકરી(લૂઝ) (2)-ફરસાણ(લુઝ) ના નમુના લીધેલ., શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ: માધવ વાટીકા શેરી નંબર – 1, માધવ ગેટ ની અંદર મવડી, (1)-સેમ્પલ- મિક્સ દૂધ (લૂઝ) અને (2)ગાયનું દૂધ (લુઝ) ના નમૂના લીધેલ., બજરંગ ડેરી & ફરસાણ: રાધે હોટલ રોડ, જયરાજ નગર-1, મવડી વિસ્તાર, રાજકોટ મુકામેથી દૂધનો નમૂનો લેવામાં આવેલ., શ્રી કૈલાશ ડેરી ફાર્મ: સુભાષ નગર મેઇન રોડ, નંદાહોલ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. લાઇસન્સ ન હોવા અંગે નોટિસ આપી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા (1)મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.


