By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો

Editor
Last updated: 2026/06/15 at 4:12 PM
2 months ago
Share
મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો
SHARE

મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો

મોચી મંદિર વાડી ખાતે પ્રત્યેક લાભાર્થી બહેનને ₹૧૨૦૦ની રોકડ સહાય અને મોમેન્ટો અર્પણ કરાયા : જ્ઞાતિ અગ્રણીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં આયોજન

 

અગ્ર ગુજરાત ,રાજકોટ

શહેરના ઘી કાંટા રોડ, કડિયા નવ લાઈન ખાતે આવેલ મોચી મંદિર વાડી ૧૦માં ‘શ્રી મોચી જ્ઞાતિ સમાજ (ટ્રસ્ટ)’ દ્વારા એક ગરિમાપૂર્ણ અને માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના મંગલ અવસરે તથા સંત શ્રી લાલાબાપાની કૃપાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજકોટ શહેરમાં વસતા મોચી જ્ઞાતિના વિધવા અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન બહેનોને આર્થિક તેમજ સામાજિક પીઠબળ પૂરું પાડવાનો હતો. આ પવિત્ર માસ નિમિત્તે સંસ્થા દ્વારા તમામ લાભાર્થી બહેનો માટે ઉષ્માપૂર્વક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના વડીલ બહેનોએ ભાગ લીધો હતો અને ઉપસ્થિત સૌ કોઈને પોતાના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.

​આ સેવાયજ્ઞમાં માત્ર ભોજન જ નહીં, પરંતુ તમામ લાભાર્થી બહેનો સ્વાવલંબી અનુભવે તે માટે આર્થિક સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોચી જ્ઞાતિ સમાજ મોચી મંદિર દ્વારા પ્રત્યેક લાભાર્થીને ₹૫૦૦ રોકડા રૂબરૂમાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજના પ્રમુખ બીપીનભાઈ જેઠવા તરફથી વ્યક્તિદીઠ ₹૧૦૦ રોકડા અને પાણીની બોટલ ભેટ આપવામાં આવી હતી. જ્ઞાતિના અગ્રણી દાતા અને રાહુલ ઓર્નામેન્ટના પ્રોપ્રાયટર હસમુખભાઈ પરમાર તરફથી દરેક વ્યક્તિને ₹૨૦૦ રોકડા, અલ્પા ફર્નિચરવાળા અમિતભાઈ પરમાર તરફથી ₹૨૦૦ રોકડા, રાજકોટ ચેરિટી કમિશનર ઓફિસના નયનભાઈ ચાવડા તરફથી ₹૧૦૦ રોકડા તથા એકાઉન્ટન્ટ રાજેશભાઈ ચાવડા તરફથી પણ ₹૧૦૦ રોકડાની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ સાથે પરમ આર્ટના કિરણભાઈ ચાવડા તરફથી દરેક બહેનોને સ્મૃતિચિહ્ન સ્વરૂપે ભગવાન વિષ્ણુની સુંદર છબી ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અન્ય સંસ્થાઓ દ્વારા સ્વેચ્છિક ફાળો પણ આપવામાં આવ્યો હતો, જેમાં શ્રી સીતારામ ધુન મંડળ તરફથી ₹૧૧૦૦, નામલ ધામ ગ્રુપના બળવંતભાઈ ચૌહાણ તરફથી ₹૧૦૦૦ અને એડવોકેટ પિયુષભાઈ ઝાલા તરફથી ₹૫૦૦ની સહાય પ્રાપ્ત થઈ હતી. આમ, ટ્રસ્ટ અને દાતાઓના સંયુક્ત સહયોગથી પ્રત્યેક લાભાર્થી બહેનને કુલ ₹૧૨૦૦ની રોકડ સહાય ચૂકવવામાં આવી હતી.

​આ ગરિમામય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મોચી જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના હોદ્દેદારો અને જ્ઞાતિના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ બીપીનભાઈ જેઠવા, મંત્રી રસિકભાઈ ઝાલા, ખજાનચી સુરેશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ ચૌહાણ, ઉપપ્રમુખ દિનેશભાઈ ચૌહાણ, ટ્રસ્ટી લાલજીભાઈ ગોહેલ તેમજ ટ્રસ્ટી દિવ્યેશભાઈ પરમારે હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી. આ ઉપરાંત, સમાજના મુખ્ય દાતાઓ અને અગ્રણીઓ જેવા કે હસમુખભાઈ પરમાર, અમિતભાઈ પરમાર, નયનભાઈ ચાવડા, રાજેશભાઈ ચાવડા, કિરણભાઈ ચાવડા, પ્રિયકાન્તભાઈ ચાવડા (સીતારામ ધુન મંડળ), જગદીશભાઈ વાળા, જીગ્નેશભાઈ ચાવડા (નામલ ધામ ગ્રુપ), જય લાલાબાપા સેવા સમિતિના પ્રમુખ યોગેશભાઈ જાદવ, યુવા સેનાના ચેરમેન નિલેશભાઈ વાઘેલા, તેજસભાઈ ચૌહાણ, ગુજરાત મિરર ન્યૂઝના ક્રાઇમ જર્નાલિસ્ટ ચિરાગ ચાવડા અને એડવોકેટ પિયુષભાઈ ઝાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોનું આદરપૂર્વક સન્માન કરીને સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં તમામ વડીલ લાભાર્થી બહેનો અને હાજર રહેલા જ્ઞાતિના તમામ આગેવાનો તથા અગ્રણીઓએ એકસાથે બેસીને સામૂહિક પ્રીતિભોજન લીધું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ કૌટુંબિક સ્નેહ અને સમરસતાથી છલકાઈ ઉઠ્યું હતું.

You Might Also Like

રાજકોટમાં અખાદ્ય એનાલોગ પનીર-ચીઝનો કારોબાર ઝડપાયો

ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો

કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
રાજકોટ

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Editor By Editor 2 days ago
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં એડમિનિસ્ટ્રેટની નિમણૂકનો હુકમ
વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?