અંગ દઝાડતી ગરમીથી હેરાન લોકો માટે ગુડન્યુઝ
ચોમાસુ પહોચ્યુ : આંદમાનમાં સપ્તાહ પૂર્વે જ આગમાન
૧૫ દિવસમાં ગુજરાત સુધી પહોંચવાની શકયતા : ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકવાની આગાહી : તા.૨૬મી સુધીમાં કેરળમાં દેશે દસ્તક
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશના અનેક ભાગોમાં ગરમી તો એવી પડી રહી છે કે વાત ન પૂછો. જો કે લૂના થપેડા અને અંગ દઝાડતી ગરમીથી હેરાન પરેશાન થતા લોકો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. ગૂડ ન્યૂઝ એ છે કે ચોમાસું ઘણું વહેલું આવી ગયું છે. 22 મેના સુધી આંદમાન અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચનારું દક્ષિણ પશ્ચિમ ચોમાસું 16મી મેના રોજ જ ત્યાં પહોંચી ગયું. હવામાન વિભાગનું એવું અનુમાન છે કે તે 26 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસુ મેનલેન્ડમાં દસ્તક આપે છે અને રિમઝીમ વરસાદનો દોર શરૂ થાય છે. પરંતુ આ બધા વચ્ચે અરબ સાગરમાં એક એવી હલચલ થઈ રહી છે જે ચિંતાનો વિષય છે.
સ્કાયમેટ હવામાન એજન્સીના મહેશ પલાવતે જણાવ્યું કે અરબ સાગરમાં એક એન્ટી સાયક્લોન બનેલું છે. જ્યાં સુધી આ વિપરિત ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું રહેશે અને ઉત્તર પશ્ચિમ દિશાથી વાયરા અરબ સાગરમાં આવતા રહેશે ત્યાં સુધી ચોમાસું કેરળમાં દસ્તક દઈ શકશે નહીં.
હાલ પાકિસ્તાન અને પશ્ચિમી ઈરાન ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. પવન હવે દિલ્હી, હરિયાણા, પશ્ચિમી યુપીમાં પશ્ચિમી દિશાથી આવવાનો શરૂ થઈ ગયો છે. આ પાકિસ્તાન તરફથી આવતો સૂકો પવન હોવાથી પૂર્વી યુપી અને બિહારમાં વરસાદની શક્યતા નથી.
હવામાન વિભાગે 26મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી આગાહી કરી છે. જેમાં ચાર દિવસ વહેલા કે ચાર દિવસ વિલંબ થઈ શકે છે. પલાવતનું અનુમાન કહે છે કે તેમાં ચાર દિવસનો વિલંબ થશે. ચોમાસુ હાલ આંદમાન સાગર સુધી પહોંચી ચૂક્યું છે. સામાન્ય સ્થિતિમાં 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે. 5 જૂન સુધીમાં કર્ણાટક, ગોવા, અને પૂર્વોત્તર રાજ્ય કવર થાય છે. 10 જૂન સુધી તે મુંબઈ, તેલંગણા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમ સુધી પહોંચે છે. 15 જૂન સુધી સાઉથ ગુજરાત, આખુ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પૂર્વી બિહારનો વિસ્તાર કવર કરે છે. આગળ 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા ભારતને કવર કરે છે. એક્સપર્ટનું કહેવું છે કે આ વખતે જ્યારે મોનસુન કેરળ પહોંચશે ત્યારે તેના પ્રોગ્રેસના આધારે આગળ જાણી શકાશે.
હવે ગુજરાત વિશે આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અંદબાર નિકોબાર ટાપુ ઉપર વરસાદ થવાની શક્યતા છે. 23 મેના રોજ આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેરલ કાંઠે ચોમાસું 26 મે આસપાસ પહોંચશે. એક બે ચાર દિવસ આસપાસ આધુપાછુ રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબ સાગર વધારે સક્રિય રહેશે. વેલમાર્ક લો પ્રેસર બનવાની શક્યતા રહેશે. 19 મે થી 23 મે વચ્ચે વરસાદ થઈ શકે. 40 મીમી વરસાદ ગોવાથી મુંબઈ સુધીમા થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે. પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પિ મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કાચા મકાનમાં છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે. 8 જૂનના રોજ અરબ સાગરમાં પવન બદાલશે. 23 જૂન થી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. ગુજરાતમાં આવતીકાલથી 24 મે સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. 24મે આસપાસ ચોમાસુ કેરલમ પહોંચશે. 23મી સુધી આંદામાનમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે પણ ઉકળાટની અસર વર્તાશે. મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે. 19થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે.
એક સાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય
દેશમાં હાલ હવામાનનો મિજાજ એકદમ બદલાયેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, દેશભરમાં 6 જેટલા ચક્રવાતી પરિભ્રમણ (cyclonic circulations) અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આગામી દિવસોમાં ક્યાંક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તો ક્યાંક 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની આશંકા છે.
ગરમીથી પણ રાહત
એક બાજુ વરસાદનું જોર છે, તો બીજી બાજુ દેશના કેટલાક ભાગો ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને છત્તીસગઢમાં અલગ-અલગ દિવસોમાં આકરી ગરમી (હીટવેવ) ની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનમાં 21 અને 22 મેના રોજ તીવ્ર હીટવેવ એટલે કે કાળઝાળ ગરમીની સ્પષ્ટ આગાહી છે, જેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.


