પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
ધો.10ની બોર્ડની પરીક્ષામાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના 20 વિદ્યાર્થીઓનો દબદબો
૮ છાત્રોએ મેળવ્યા ૯૯થી વધુ PR
ટ્રસ્ટના 18 બાળકો A1 ગ્રેડ, 1 બાળક A2 ગ્રેડ અને 1 બાળક B1 ગ્રેડ મેળવી ઝળહળતી સિદ્ધિ
ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
ધો.10નું પરિણામ જાહેર થતાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમો. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટના ધો.10ના 20 બાળકોમાંથી 8 બાળકો બોર્ડમાં ચમક્યા છે તેમજ બધા બાળકો સારા ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે. જેમાં સુરાણી હિતીક્ષા 99.99 PR(બોર્ડમાં પ્રથમ), સોલંકી ધારા 99.99 PR(બોર્ડમાં પ્રથમ), વિરાણી દર્શન 99.98 PR(બોર્ડમાં બીજો), ચૌહાણ અવનિ 99.98 PR(બોર્ડમાં બીજો), ભંડેરી જેનીલ 99.95 PR(બોર્ડમાં પાંચમો), ભેસાણીયા પ્રીન્સી 99.95 PR (બોર્ડમાં પાંચમો), ડાભી વિવેક 99.92 PR (બોર્ડમાં આઠમો), કુમારખાણીયા અનિલ 99.90 PR (બોર્ડમાં દશમો) ક્રમાંક મેળવી બોર્ડમાં ડંકો વગાડેલ છે. આ સિવાય વારીયા દિવ્ય 99.81 PR, વાળા સત્યજીત 99.77 PR, પીઠડીયા ધ્વનિલ 99.56 PR, મુંડિયા ભવ્ય 99.56 PR, ચાવડા દિવ્યેશ 99.43 PR, મોરાણીયા દિશાંત 99.36 PR, સિંહ શિવમ 99.20 PR, ચીખલીયા કાવ્ય 98.92 PR, કટારીયા દિવ્ય 98.50 PR, દાસોટીયા રવિ 98.38 PR, ચાવડા ધવલ 87.87 PR, જોષી નૈતિક 78.89 PR સાથે ઉત્તીર્ણ થયેલ છે. આમ, ધો.10માં અભ્યાસ કરતા કૂલ 20 વિદ્યાર્થીઓમાંથી ટ્રસ્ટના 18 બાળકો A1 ગ્રેડ, 1 બાળક A2 ગ્રેડ અને 1 બાળક B1 ગ્રેડ મેળવી બોર્ડમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે.
આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ બાળકોને અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલ છે.
સતત 26માં વર્ષે આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોનું ૧૦૦% પરિણામ આવેલ છે. આ અગાઉ પણ આ ટ્રસ્ટના બાળકો બોર્ડમાં નંબર મેળવી ચૂક્યા છે. આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખેલ છે. આજના આ પરિણામમાં સુરાણી હિતીક્ષા, વિરાણી દર્શન, ભંડેરી જેનીલ, વાળા સત્યજીતએ સામાજીક વિજ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃત 100 માંથી 100, સોલંકી ધારા, ભેસાણીયા પ્રીન્સી, મોરણીયા દીશંતએ વિજ્ઞાન અને સંસ્કૃતએ 100 માંથી 100, ડાભી વિવેકને વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃતએ 100 માંથી 100, ચૌહાણ અવનીને વિજ્ઞાન અને ગણિતએ 100 માંથી 100, કુમારખાણીયા અનિલને સામાજીક વિજ્ઞાનએ 100 માંથી 100, વરિયા દિવ્યને વિજ્ઞાનએ 100 માંથી 100, પીઠડીયા ધ્વનીલને ગણિતએ 100 માંથી 100, ચાવડા દિવ્યેશ, સિંહ શિવમ, ચીખલીયા કાવ્યએ વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ મેળવેલ છે.
છેલ્લા 26 વર્ષથી ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. કોર્પોરેશનની શાળાઓ તથા ખાનગી શાળાઓમાં ધો.7 માં 85% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં પસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે 550 થી 600 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપે છે. જેમાંથી 20 થી 25 બાળકો પસંદ કરવામાં આવે છે અને તેમને શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી ધો.8 થી ધો.12 સુધી તેઓની તમામ શૈક્ષણિક, યુનિફોર્મ, સાયકલ તેમજ મેડિકલ જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરી ચૂકેલા કેટલાય વિદ્યાર્થીઓ હાલમાં ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર્સ, ફાર્માસિસ્ટ બની ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી મેળવી પોતાના પરિવારના તારણહાર બન્યા છે તેમજ ભાવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
વિદ્યાર્થીઓના ઘડતરની વ્યક્તિગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, કમીટી મેમ્બર્સ કમીટી મેમ્બર્સ ગીતાબેન તન્ના, મીરાંબેન મહેતા, હસુભાઈ ગણાત્રા, જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, જ્ઞાનબોધીની શિક્ષકો પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર જહેમત ઉઠાવે છે.
વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નંબર 2704545 અથવા 2701098 પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


