રાજકોટ સિવિલના લાભાર્થે મોરબીના કાર્તિક દફતરીની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ યોજાયો
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ૭૬ બોટલ એકત્ર થઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબી ખાતે સ્વ કાર્તિક વિક્રમભાઈ દફતરીની 15 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 76 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી એકત્ર થયેલ તમામ બ્લડની બોટલ રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે.
ઉનાળાના ગરમીના દિવસોમાં તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત હોય ત્યારે મોરબી ખાતે સ્વ કાર્તિક વિક્રમભાઈ દફતરીની 15 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા પીડિત બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય બ્લડ મળી રહે તેવા શુભ આશયથી બ્લડ બેન્કને 76 બ્લડની બોટલ્સ અર્પણ કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં વિક્રમભાઈ દફતરી, ડેનિશ દફતરી તેમજ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના પેથોલોજિસ્ટ ડોક્ટરની ટીમ તેમજ ટેક્નિશિયન મિત્રો અને વિશેષ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીનો સહયોગ પ્રાપ્ત થયેલો હતો.


