By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 hour ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ

Editor
Last updated: 2026/07/24 at 3:37 PM
36 minutes ago
Share
રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ
SHARE

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેઘમહેર

રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ

રાજકોટથી ભાવનગર અને અમરેલી સુધી ખેડૂતોમાં ખુશી, વિરમગામમાં હાઈવે બંધ, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી અને પાણી ભરાવાની સ્થિતિ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરતાં જનજીવન અને ખેતી બંને પર વરસાદની સ્પષ્ટ અસર જોવા મળી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે મેઘમહેરનો મુખ્ય મારો સૌરાષ્ટ્ર તરફ વળતાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમદાવાદમાં સવાર સુધીમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે વિરમગામમાં ભારે વરસાદના કારણે ત્રણેય મુખ્ય હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
રાજકોટ શહેરમાં આખી રાત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સવાર સુધીમાં આશરે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 73 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 69 મીમી અને ઇસ્ટ ઝોનમાં 46 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ દરમિયાન શહેરના ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. જોકે ધીમી ગતિએ સતત વરસેલા વરસાદને કારણે શહેરમાં કોઈ મોટી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ નહોતી.
અમદાવાદમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સવાર સુધીમાં 15.30 ઇંચ વરસાદ નોંધાયો હતો. બોપલ અને બાકરોલમાં સૌથી વધુ 18 ઇંચ, બોડકદેવ, સરખેજ અને જોધપુરમાં 16 ઇંચ, મક્તમપુરામાં 15.30 ઇંચ તેમજ સાયન્સ સિટી, વાસણા અને મેમનગરમાં 14.14 ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સવારથી પણ વરસાદના ઝાપટા યથાવત રહ્યા હતા.
વિરમગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાસલપુર ચોકડી અને આસોપાલવ હોટલ નજીક અનેક ટ્રકો પાણીમાં ફસાઈ ગયા હતા. વિરમગામથી અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર તરફ જતા ત્રણેય મુખ્ય હાઈવે બંધ થતાં લાંબી વાહનોની કતારો લાગી હતી અને વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કૃપાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કુંકાવાવ-વડીયામાં સાંજથી સવાર સુધીમાં સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે બગસરામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને શિહોરમાં 4 ઇંચ, ભાવનગર શહેર, કાલાવડ, ગઢડા, રાણપુર અને બરવાળામાં 3 ઇંચ તેમજ બોટાદ શહેરમાં 4 ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા છે અને ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ સવારથી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગિરનાર પર વધુ એક ઇંચ અને ભેસાણ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઠંડકભર્યા વાતાવરણ વચ્ચે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ભાવનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતાં ચોમાસાની સીઝનમાં પ્રથમવાર સમગ્ર જિલ્લામાં એકસાથે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. શહેરના ભરતનગર શાકમાર્કેટ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યારે બોર તળાવમાં ત્રણ ઇંચ પાણીની નવી આવક થતાં સરોવરની સપાટી 32 ફૂટ સુધી પહોંચી છે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ધોરાજીમાં સિઝનનો કુલ વરસાદ 14 ઇંચ સુધી પહોંચી ગયો છે. સારા વરસાદને કારણે ચેકડેમો ઓવરફ્લો થયા છે અને વાવણી બાદ વરસાદ મળતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

રાજકોટમાં રાતભર વરસાદ, ત્રણ સ્થળે વૃક્ષો ધરાશાયી

રાજકોટ શહેરમાં આખી રાત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વેસ્ટ ઝોનમાં 73 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 69 મીમી અને ઇસ્ટ ઝોનમાં 46 મીમી વરસાદ નોંધાયો હતો. ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

અમદાવાદમાં 15.30 ઇંચ વરસાદથી શહેર પાણીમાં ગરકાવ

અમદાવાદમાં બોપલ-બાકરોલમાં 18 ઇંચ, બોડકદેવ-સરખેજ-જોધપુરમાં 16 ઇંચ અને મક્તમપુરામાં 15.30 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.

વિરમગામમાં ત્રણેય હાઈવે બંધ

ભારે વરસાદથી હાસલપુર ચોકડી અને આસોપાલવ હોટલ નજીક અનેક ટ્રકો પાણીમાં ફસાઈ ગયા હતા. વિરમગામથી અમદાવાદ, કચ્છ અને સુરેન્દ્રનગર તરફ જતા ત્રણેય મુખ્ય હાઈવે બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

કુંકાવાવ-વડીયામાં સાડા આઠ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ કુંકાવાવ-વડીયામાં નોંધાયો, જ્યાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. બગસરામાં 6 ઇંચ જ્યારે વલ્લભીપુર, શિહોર અને બોટાદમાં 4 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

ભાવનગરમાં શાળા-કોલેજોને રજા, બોર તળાવમાં નવી આવક

ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બોર તળાવમાં ત્રણ ઇંચ પાણીની નવી આવક થતાં સપાટી 32 ફૂટે પહોંચી છે.

જૂનાગઢમાં ગિરનાર પર વધુ એક ઇંચ વરસાદ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગિરનાર પર એક ઇંચ અને ભેસાણ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ધોરાજીમાં સિઝનનો વરસાદ 14 ઇંચે પહોંચ્યો

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ધોરાજીમાં નોંધાયો છે. કુલ સિઝનનો વરસાદ 14 ઇંચ સુધી પહોંચતાં ચેકડેમો ઓવરફ્લો થયા છે અને ખરીફ પાક માટે આશાજનક સ્થિતિ સર્જાઈ છે.

વડીયામાં 7 અને ગોંડલમાં 5 ઈંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં વડીયામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગોંડલમાં રાત્રે 4 અને સવારે વધુ 1 ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબી, રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં 1થી 4 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જ્યારે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીમાં 258 મીમી, દસાડામાં 214 મીમી અને સાયલામાં 213 મીમી વરસાદ નોંધાતા ચોમાસાએ જોરદાર રંગ બતાવ્યો છે.

ગુજરાત પર હજુ પાંચ દિવસ વરસાદનો કહેર, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 24 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે. 25થી 27 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 જુલાઈ બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે અને 29 જુલાઈથી રાજ્યમાં રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 

You Might Also Like

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા

આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ

ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું
રાષ્ટ્રિય

સંસદ કૂચ વચ્ચે વાંગચુકની નવી ત્રણ શરતોથી રાજકારણ ગરમાયું

Editor By Editor 4 days ago
રાજકોટને બાયપાસ કરનાર સોમનાથ વંદે ભારત તા.૧૭મીથી દોડશે
દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB
MCXમાં સોના-ચાંદીની ચમક, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ ; ડોલર સામે રૂપિયો નબળો
વેપાર ધંધાને વિકસાવવા AIના ઉપયોગ અંગે નિષ્ણાંતોનું માર્ગદર્શન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?