રાજકોટની જાળમાં ફસાવી સગાઈ કરી વારંવાર શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી મૂકી
લગ્ન કરવાના બદલે આરોપીએ સગાઈ અને જલવિધિ તોડી નાંખવા માટે યુવતીને વકીલ મારફત નોટિસ મોકલાવી
મૂળ તાલાલાના અને હાલ ભરૂચ રહેતા શખ્સે આચરેલા વિશ્વાસઘાત અંગે ૨૫ વર્ષીય પીડિતાએ નોંધાવી ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં લગ્નની ખોટી લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક યુવકે યુવતિને લગ્નનો વિશ્વાસ આપી, તેણીની અગાઉ થયેલી સગાઈ તોડાવી નાખી હતી. ત્યારબાદ પોતે આ યુવતિ સાથે સગાઈની વિધિ કરી રાજકોટમાં અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને છેલ્લે લગ્નની ના પાડી દઇ સગાઇ અને જલવિધી તોડવા વકીલ મારફતે નોટિસ મોકલી છેતરપીંડી કરતાં ગુનો દાખલ થયો છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સોમનાથ ગીરના તાલાલાના મુળ વતની અને હાલ ભરૂચ ખાતે રહી પ્રાઇવેટ નોકરી કરતાં ૨૫ વર્ષના યુાવન સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર યુવતિને આરોપીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો.
યુવકની વાતોમાં આવીને આ યુવતિએ પોતાની અગાઉ થયેલી સગાઈ પણ તોડી નાખી હતી. ત્યારબાદ આરોપીએ આ યુવતિ સાથે સાથે સગાઈ/જલ વિધિ કરી હતી. રાજકોટમાં રહેતી યુવતિ સાથે ઓક્ટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ સુધીના સમયગાળમાં આ શખ્સે અવાર-નવાર રાજકોટમાં શરીર સંબંધ બાંધી લીધા હતાં.
પરંતુ બાદમાં આ શખ્સે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેમજ યુવતિને સગાઇ-જલવિધી તોડી નાખવા માટે વકિલ મારફત નોટીસ મોકલાવી દીધી હતી. આમ પોતાની સાથે લગ્નના નામે છેતરપીંડી થયાનું જણાવતાં યુવતિએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ. એચ. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


