By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

Editor
Last updated: 2026/06/04 at 4:42 PM
14 minutes ago
Share
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા
SHARE

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ફૂટબોલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળક્યા

રાજ્યમાં 7,363 સક્રિય ફૂટબોલ ખેલાડીઓઃ 4,483 ખેલાડીઓ વિવિધ ટૂર્નામન્ટોમાં રમ્યા: GSFAની વાર્ષિક સભા યોજાઈ

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ માટે પસંદગી પામી રહ્યા છે.

અમદાવાદમાં મળેલી જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.એ.ના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે U-17અને U-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.

જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે. જી.એસ.એફ.એ. સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી FIFA ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા.

આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવાના જી.એસ.એફ.એ. દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયાસોના હવે સારાં પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે તે અંગે આનંદ વ્યક્ત કરતાંજી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), શ્રી પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, “જી.એસ.એફ.એ. દ્વારા 2025-26 દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ AIFF અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને 30થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.”

આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો શ્રી પરિમલ નથવાણીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે વધુને વધુ CSR ફંડ વિવિધ કંપનીઓ તેમજ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થાય તો રાજ્યમાં ફૂટબોલના માળખાનો ઝડપથી વિકાસ થઈ શકે છે તે બાબત પર ભાર મૂકાયો હતો.

જી.એસ.એફ.એ.ના માનદ્ મહામંત્રી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું અને સભ્યો સમક્ષ વાર્ષિક ઑડિટેડ હિસાબો રજૂ કર્યા હતા.

આ એ.જી.એમ.માં ​​જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ પ્રદીપસિંહ વાઘેલા અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

You Might Also Like

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

મેરા યુવા ભારત દ્વારા વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત રેલી યોજાઈ

પીપળવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા

રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર
રાજકોટ

રાજકોટ સિવિલમાં સ્પેશ્યાલિસ્ટોની અછત, દર્દીઓ ખાનગીમાં જવા મજબૂર

Editor By Editor 24 hours ago
ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
સોની બજારમાં પોલિશિંગ કારખાનામાં ભીષણ આગ : ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ૫થી ૭ જૂન સુધી બાબા બાગેશ્વર ધામની ભવ્ય હનુમંત કથા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?