રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : કોમી એકતાનો સંદેશ અને ભાઇચારો મજબૂત કરવા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજ દ્વારા આયોજન
હિન્દુ-મુસ્લિમ સમાજના સંતો, મહંતો, મૌલવીઓ નવદંપતિને આર્શિવચન પાઠવશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
અખીલ સૌરાષ્ટ્ર-કચ્છ ફકીર સમાજ દ્વારા રાજકોટ ખાતે સર્વધર્મ હિન્દુ-મુસ્લિમ સમાજ સમુહલગ્ન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના લગ્નો મુસ્લિમ રિવાજ મુજબ નિકાહ પધ્ધતિથી તથા હિન્દુ સમાજના લગ્નો હિન્દુ રિવાજ અને વિધિ મુજબ સંપન્ન કરવામાં આવશે.
આ સમુહલગ્નનું આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, ભાઇચારો અને કોમી એખલાસનો સંદેશ પ્રસરાવાનો છે. સાથે સાથે આર્થિક રીતે નબળા પરિવારોને સહાયરૂપ થવા તથા બિનજરૂરી ખર્ચ ઘટાડવાના ઉમદા આશય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સમુહ નિકાહ-લગ્નનું રવિવારે ફાતીમા મસ્જીદ પાસે, સદગુરૂ કૃપા-૫, જય પ્રકાશનગર, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારોહનું ઉદઘાટન હઝરત સૂફી સંત અમીનબાવા મલંગ, ગોંડલના જનાબ મૌલાના યુસુફશા બાપુ, ગારીડાના જનાબ મુસ્તુફાબાપુ, અધ્યક્ષ તરીકે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.માધવભાઇ દવે, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા અતિથિ વિશેષ તરીકે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, રમેશભાઇ ટીલાળા, વલ્લભભાઇ દુધાત્રા, યોગેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઇ વાડોલીયા, વિક્રમભાઇ પુજારા, કમલેશભાઇ મીરાણી, કશ્યપભાઇ શુકલ, મુકેશભાઇ દોશી, નરેન્દ્રસિંહ જાડેજા, ખીમજીભાઇ મકવાણા, નફીસાબેન શેરસીયા, ચેતનભાઇ કથીરિયા, કિશોરભાઇ રાઠોડ, અશ્વિનભાઇ મોલીયા, દેવદાનભાઇ કુગશીયા, મહેબુબભાઇ અજમેરી, યાકુબખાન પઠાણ, રાજુભાઇ દલવાણી, ઇબ્રાહીમભાઇ સોની, અમીનભાઇ સમા, ફિરોજભાઇ ડેલા, શાહનવાઝ સિદ્દીકી, જયેશભાઇ પરમાર, સહદેવસિંહ ડોડીયા, શૈલેષભાઇ પ્રજાપતિ, ડીસીપી ઝોન-૧ હેતલબેન પટેલ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, યુસુફભાઇ જુણેજા, મોહસીનભાઇ લોખંડવાલા, જીશાન નકવી, આસીફભાઇ સલોત, અમીનશા શાહમદાર, અલ્તાફભાઇ સુમરા, યુનુસભાઇ શેરસીયા, રણધીરભાઇ સોનારા, હેમુભાઇ પરમાર, ભરતસિંહ જાડેજા, નેહલભાઇ શુકલ, કાળુભાઇ કુગશીયા, ભરતભાઇ લીંબાસીયા, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, સંજયભાઇ ચાવડા, દિલીપભાઇ લુણાગરીયા, સ્મિતાબેન ગોહિલ, રસીલાબેન સાકરીયા, અજયભાઇ મજેઠીયા, અલ્પનાબેન દવે, હીનાબેન બેલાણી, રાજુભાઇ અઘેરા, મકબુલભાઇ દાઉદાણી, ઇબ્રાહીમભાઇ સોરા, રતાભાઇ પરમાર, દિનેશભાઇ સોલંકી, અજયભાઇ મુંધવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આયોજકો હારૂનભાઇ શાહમદાર, મુસ્તુફાબાપુ (બગાબાપુ), યાસીનબાપુ શાહમદાર, આમદશાબાપુ, ફિરોજભાઇ શાહમદાર, યાકુબખાન પઠાણ, શૈલેષભાઇ પ્રજાપતિ, દિનેશભાઇ સોલંકી, મહેબુબભાઇ શાહમદાર, અજયભાઇ મુંધવા, શાહનવાઝભાઇ સિદ્દીકીએ જણાવ્યું હતું.


