સૂર મહિમા ગ્રુપ દ્વારા શનિવારે યોજાશે સૂરો કી સાધના નાઇટ શો
મ્યુઝિકલ શોમાં કલાકારો શ્રોતાઓને તરબોળ કરશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના સંગીતપ્રેમી જનતા માટે આગામી તા.3૦મે ૨૦૨૬ના રોજ એક શાનદાર મ્યુઝીકલ કરાઓકે નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સુર મહિમા’ ગ્રુપ દ્વારા આયોજીત ‘સુરો કી સાધના’ કરાઓકે પ્રોગ્રામમાં સુમધુર ગીતોના સથવારે એક યાદગાર સાંજ માણવા મળશે. તેમજ આ પ્રોગ્રામમાં જુના-નવા હિટ ગીતો નામાંકિત એવા ‘સુર મહિમા’ ગ્રુપના ઓનર-ફાઉન્ડર એવા વિશાલભાઇ સોની તથા સહઆયોજક પ્રકાશભાઇ સોલંકી તથા હેતલબેન ઠાકર તથા અન્ય ગાયકો સંગીત પ્રેમીઓ સમક્ષ પોતાની પ્રતિભા રજુ કરશે. આ કાર્યક્રમમાં તમામ સંગીત પ્રેમી માટે પ્રવેશ નિ:શુલ્ક છે. તો રાજકોટની જનતાને આ સુંદર મજાના મ્યુઝીકલ પ્રોગ્રામમાં સંગીતનો લ્હાવો લેવા માટે ‘સુર મહિમા’ ગ્રુપ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમ તા.3૦મે ૨૦૨૬ને શનિવારના રોજ હેમુ ગઢવી મીની હોલ રાજકોટ ખાતે યોજાશે. તેમ મુખ્ય આયોજક વિશાલભાઇ સોની (ફાઉન્ડર ઓનર સુર મહિમા), પ્રકાશભાઇ સોલંકી (સહ આયોજક), હેતલબેન ઠાકર (સહ-આયોજક), વિનોદભાઇ પીઠડીયા, સંદીપભાઇ પાટડીયા, મંદીપભાઇ આમરણીયાએ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતમાં જણાવ્યું છે. તેમજ વધુ માહિતી માટે મો.૯૦૯૯૧ ૦3૦૦૦, ૯૮૯૮૭ ૮૪૬૫૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


