By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિનર્જી હોસ્પિટલ વિવાદમાં : સારવાર દરમિયાન યુવકનું મોત,ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સિનર્જી હોસ્પિટલ વિવાદમાં : સારવાર દરમિયાન યુવકનું મોત,ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

Editor
Last updated: 2026/05/22 at 3:51 PM
3 months ago
Share
સિનર્જી હોસ્પિટલ વિવાદમાં : સારવાર દરમિયાન યુવકનું મોત,ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
SHARE

સિનર્જી હોસ્પિટલ વિવાદમાં : સારવાર દરમિયાન યુવકનું મોત,ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી હોસ્પિટલમાં મૃતકના પરિજનો અને સંબંધીઓનો હંગામો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરના 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક નજીક આવેલી સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા એક યુવકનું મોત થતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવી હોસ્પિટલ સામે ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે. બનાવને પગલે હોસ્પિટલ બહાર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને મૃતકના સગાસંબંધીઓએ હોસ્પિટલમાં ધરણા પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટના રહેવાસી દીપક ઝાલાને અચાનક ડાબા હાથ અને પગમાં તકલીફ ઉભી થતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ દરમિયાન યુવકને સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીપક ઝાલા છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા અને ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા. જોકે, આજે સારવાર દરમિયાન અચાનક તેમનું હૃદય બંધ થઈ જતાં મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોક સાથે રોષની લાગણી ફાટી નીકળી હતી.
મૃતકના સગાઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી અને બેદરકારીના કારણે જ દીપક ઝાલાનું મોત થયું છે. પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જો સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો યુવકનો જીવ બચી શક્યો હોત.
બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું હતું કે દર્દીને સ્ટ્રોકની તકલીફ સાથે દાખલ કરવામાં આવ્યો હતો અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, મગજના નિષ્ણાત ડોક્ટર દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી હતી.
હોસ્પિટલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે સારવાર દરમિયાન દર્દીને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક ઇકો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઇકો રિપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યો હતો અને તેમાં કોઈ ગંભીર હૃદય સંબંધિત તકલીફ સામે આવી નહોતી. તેમ છતાં બાદમાં અચાનક હૃદય બંધ થઈ જતા દર્દીનું મોત થયું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે ડોક્ટરની કોઈ બેદરકારી નથી અને સમગ્ર સારવાર નિયમો અનુસાર જ કરવામાં આવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે જો પરિવારજનોએ માંગ કરી હોય તો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
પ્રારંભે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવા અનિચ્છા દર્શાવી હતી, પરંતુ બાદમાં સમગ્ર મામલે સત્ય બહાર આવે તે માટે તેઓ પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર થયા હતા. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકના મોત બાદ મોટી સંખ્યામાં સગાસંબંધીઓ અને ઓળખીતાઓ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. રોષે ભરાયેલા સગાઓએ હોસ્પિટલમાં ધરણા કરી ન્યાયિક તપાસની માંગ ઉઠાવી હતી. ઘટનાને કારણે હોસ્પિટલ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ પરિવારજનોએ તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યું છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે
રાજકોટ

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

Editor By Editor 4 days ago
ઉપલેટામાં બે વખતથી વીજ બિલમાં ત્રણથી પાંચ ગણો ધરખમ વધારો આવતા નાગરિકોમાં રોષ
 વોર્ડ નં.૮ બિમારીનું ઘર, ૬૬૯ ઘરમાં મચ્છરના ઝુંડ
સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?