શહેરની શોભા બગાડતા ૧૯33 બોર્ડ, બેનર અને ૧૧૧ રેકડીઓ જપ્ત કરાઈ
૧૯૮૧ કિલો શાકભાજી, ફળ કબ્જે કરી રૂ.૫.૯૨ લાખનો વહીવટી ચાર્જ વસુલ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો/લીલુ તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી, અવધ ઢારીયા ની સામે કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ભક્તિનગર સર્કલ, પરાબજાર, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડપાસેથી જુદી-જુદી અન્ય ૩૯૧ પરચુરણ ચીજ વસ્તુઓ અને ૧૧૧ રેકડી-કેબીન જપ્ત કરવામાં આવેલ.
ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, એ.જી.ચોક, ૧૫૦ રિંગ રોડ,રૈયાધાર રોડ,રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરાબજાર, પરાબજાર પાસેથી ૧૯૮૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂ.૧,૨૭,૭૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ફુટ રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ,૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ, ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૪,૬૪,૬૭૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીના વિસ્તાર પરથી ૧૯૩૩ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.


