લોકશાહીના ઈતિહાસનો કાળો ડાઘ એટલે કટોકટી : ડૉ.માધવ દવે
લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત દેશને દિશા આપનારૂ રાજય બન્યું હતું. : શહેર ભાજપ પ્રમુખ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ૫૧ વર્ષ પહેલાનો એ ૨પ જૂન લોકશાહીના ઇતિહાસનો ક્લંકિત અને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરૂદીનઅલી અહમદ પાસે રાતોરાત આદેશ પર હસ્તાક્ષર કરાવી દેશમાં ”ક્ટોક્ટી”જાહેર કરી હતી. ૬૩૫ દિવસ ચાલેલા આ યુઘ્ઘમાં ગુજરાતની ભૂમિકા મહત્વની હતી. કોંગ્રેસ સરકારનો વિરોધ કે વિરોધની વિચારસરણી ધરાવનાર માટે ઘર નહિં પરંતુ જેલ એ ઘર બની ગયું હતું. દેશભરમાંથી હજારો કાર્યકરો જેમાં ભારતીય જનસંઘ, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત બિનપક્ષીય સામાજીક કાર્યકરોને કોંગ્રેસની સરકારના દિશા દર્શન હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં રાજકીય વિરોધના કે દેશના હિતના વિચારો રજૂ કરનારને કોઈ સ્થાન ન હોતું. ગરીબોની વેદના સાંભળનાર કોઈ નહોતું, શોષિત, પીડિતનો અવાજ રજુ કરનાર જેલ ભેગા થઈ ગયા હતા. જેમાં અટલ બિહારી બાજપાયી, લાલકૃષ્ણ અડવાણીજી, સ્વ.વિજય રાજમાતા સિંધયા, સ્વ. ગાયત્રીદેવી, રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના તત્કાલિન સરસંઘ ચાલક સ્વ. બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જે તે સમયે ગુજરાતમાં જનતા સરકારની સરકાર હતી અને કોંગ્રેસ સરકારના આ નિર્ણયથી સરકારે કટોકટી સામે રાજીનામું આપી આંદોલનમાં ઝુંકાવ્યું હતું. કટોકટી વિરૂઘ્ધ લડવા માટે આપણી ગુજરાતી ભૂમિ એ સલામત સ્થળ છે એ વાક્યને જનસંધના તત્કાલિન મહામંત્રી સ્વ.વસંતભાઈ ગજેન્દ્ર ગડકરે કહયું હતું અને કરી બતાવ્યું હતું.
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે આ કટોકટીના સમયે લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત રાજય દેશને દિશા આપનારૂં રાજય બન્યું હતું. ગુજરાત અને ગુજરાતના શ્રીનરેન્દ્રભાઈ મોદી જેવા વિચક્ષણ કાર્યકરોની યુકિતઓ, યોજનાઓ, ભૂગર્ભ લડાઈની યોજનાઓ થકી કટોકટીને ઉઠાવવી પડી હતી અને દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના થઈ હતી.


