By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

Editor
Last updated: 2026/05/30 at 4:08 PM
6 minutes ago
Share
સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
SHARE

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

આયાત ડ્યૂટી 6%થી વધીને 15% થતાં સોના પરનો કુલ વેરો 18.45% પહોંચ્યો; જવેલર્સના વેપારમાં ભારે મંદી

અધિક માસ, મોંઘવારી અને ચોમાસાની અનિશ્ચિતતાથી ગ્રાહકો ખરીદીથી દૂર; એક વર્ષમાં માંગ 25 ટનથી ઘટીને 7.5 ટન

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત પરની ડ્યૂટીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં સોનાની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. જવેલર્સ અને બુલિયન વેપારીઓના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાની ખરીદીમાં અંદાજે 70 ટકા સુધીનો ઘટાડો થયો છે. વધેલા વેરા, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, અધિક માસ તેમજ ચોમાસાને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાએ ગ્રાહકોના ખરીદીના મૂડ પર સીધી અસર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આયાતનું ભારણ ઘટાડવા માટે સોનાની ખરીદી એક વર્ષ માટે મુલત્વી રાખવાની અપીલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સોનાની આયાત ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા કરી દીધી હતી. પરિણામે તમામ પ્રકારના ટેક્સ અને શુલ્ક ગણતા સોના પરનો કુલ વેરાબોજ 9.18 ટકાથી વધીને 18.45 ટકા સુધી પહોંચી ગયો છે.
તા. 27 મેના રોજ પૂર્ણ થયેલા પખવાડિયામાં એક વર્ષ અગાઉની સરખામણીએ સોનાની માંગ 25 ટનથી ઘટીને માત્ર 7.5 ટન રહી હોવાનું વેપાર ક્ષેત્રના સૂત્રો જણાવે છે. ખાસ કરીને સોનાના સિક્કા અને બિસ્કિટની ખરીદીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયન બુલિયન્સ એન્ડ જવેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ અસંગઠિત ક્ષેત્રના વેપારને સૌથી વધુ અસર પહોંચી છે. બીજી તરફ જાણીતી જવેલરી ચેઈન જોય અલ્લુકાસના ચેરમેન જોય અલ્લુકાસે જણાવ્યું કે વડાપ્રધાનની અપીલ, વધેલા ભાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે.
વેપારીઓનું માનવું છે કે હવે બજારની નજર દિવાળી સીઝન અને ચોમાસા પર છે. જો વરસાદ સામાન્ય રહેશે તો ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો આવી શકે છે, પરંતુ વરસાદી અછત સર્જાશે તો સોનાના વેપારમાં મંદીનો સમયગાળો વધુ લાંબો બની શકે છે.

સોનાની માંગમાં મોટો ઘટાડો

* એક વર્ષ પહેલાં પખવાડિયાની માંગ : 25 ટન
* હાલની માંગ : 7.5 ટન
* કુલ ઘટાડો : અંદાજે 70%
* સિક્કા અને બિસ્કિટની ખરીદી સૌથી વધુ ઘટી

વેરાનો બોજો ક્યાંથી ક્યાં પહોંચ્યો?

* અગાઉ કુલ વેરો : 9.18%
* હાલ કુલ વેરો : 18.45%
* આયાત ડ્યૂટી : 6%થી વધીને 15%
* વધેલા વેરાથી સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો

ખરીદી ઘટવા પાછળના મુખ્ય કારણો

* આયાત ડ્યૂટીમાં વધારો
* પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ
* મોંઘવારીનો ભાર
* અધિક માસને કારણે શુભ ખરીદીમાં ઘટાડો
* ચોમાસા અંગેની અનિશ્ચિતતા

અસંગઠિત વેપારને સૌથી વધુ ફટકો

* અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં 65% સુધી અસર
* નાના જવેલર્સના વેપારમાં ભારે ઘટાડો
* ગ્રાહકો રોકાણ અને ખરીદી બંને ટાળી રહ્યા છે

હવે બજારની નજર દિવાળી અને ચોમાસા પર

* સોનાના વેપારીઓને દિવાળી સીઝનથી આશા
* સારો વરસાદ આવશે તો માંગમાં સુધારો શક્ય
* ગ્રામીણ અર્થતંત્રની સ્થિતિ નિર્ણાયક બનશે
* ગ્રાહકો હાલમાં સાવધ ખરીદીની નીતિ અપનાવી રહ્યા છે

You Might Also Like

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

ધ્રોલમાં માનવધર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી

Editor By Editor 5 days ago
જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો
ગોંડલ અને શાપરમાંથી 75 હજાર લીટર ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો
ખેડૂતોને ખેતરમાં ૬૦૦ ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા મંજૂરી
બદલતા મોસમે કૂતરાની પ્રકૃતિ બદલી: 120 દિ’મા 6000ના લોચા કાઢ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?