ચૂંટણી પૂરી થતાં જ તંત્ર એકશનમાં : મસાલા માર્કેટમાં દરોડા
ધાણાજીરૂ, હળદર, મરચા સહિતના નમૂના લેવાયા : રેસ્ટોરન્ટ, હોટલોમાં ચકાસણી, ૭૧ કિલો વાસી ખોરાક ઝડપાયો : ૫૦થી વધુ પેઢીમાં ફૂડ વિભાગ ત્રાટકયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 59 પેઢી પાસેથી રૂ.30,700/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 10 પેઢીમાથી કુલ મળી 71 કિલો વાસી અખાદ્ય ચીજોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ચકાસણી દરમિયાન મી.ચિકન, A-1 કેટરર્સ, હુસેની કેટરર્સ, બિસમીલ્લાહ કેટરર્સ,કર્ણાવતી સ્નેક્સ, વાઘેશ્વરી પંજાબી & ચાઇનીઝ, હીના ફેમિલી રેસ્ટોરન્ટ, ઠાકોરજી રેસ્ટોરન્ટ & હોટલ, માધવ ડાયનીંગ હૉલ, જય જલારામ રેસ્ટોરન્ટ, બંસીધર રેસ્ટોરન્ટ, મમતા ડાયનિંગ હૉલ, જય અંબે અલ્પાહાર, શ્રી ચાઇનીઝ & ફાસ્ટફૂડ,વિનય રેસ્ટોરન્ટ, બાલાજી નકીન & સ્વીટ, શ્રી રામ પંજાબી & ચાઇનીઝ, ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ, જય બાલાજી રેસ્ટોરન્ટ,આર. આર. ફાસ્ટ ફૂડ, આર. આર. પાન & હોટેલ, સોમનાથ ચાઇનીઝ & પંજાબી, સૂર્યોદય રેસ્ટોરન્ટ & કાફે, નીલકંઠ રેસ્ટોરન્ટ, રજનીકાંત મદ્રાસ કાફે & રેસ્ટોરન્ટ, હનુમંત કાફે, ક્રિષ્ના ચાઇનીઝ & પંજાબી, થીયા ઓર્ગેનિક્સ, પટેલ નાસ્તા સેન્ટર, મેગી ફોરએવર, જાની લોચો & ખમણ, જલારામ વડાપાઉં & ફાસ્ટ ફૂડ, બાપાસીતારામ આલૂપુરી & ખાવસા, શ્રી રાધેશ્યામ ડેરીફાર્મ, અનામ ઘૂઘરા, તિરુપતિ સેન્ડવિચ, દેશી સ્પૂન રેસ્ટોરન્ટ, સદગુરુ બ્રેડ & ફાસ્ટફૂડ , વેફલ ડોટ કોમ, સિદ્ધિ વડાપાઉં & સમોસા, ત્રિલોક ખમણ & ફાસ્ટ ફૂડ, મોર્ડન ચાઇનીઝ & પંજાબી, ભાગ્યોદય રેસ્ટોરન્ટ, ગાયત્રી મદ્રાસ કાફે, સ્નેક એન્ડ સેઈક, કેફેટો, ક્લાઉડ 99, નેમીશ સેન્ડવિચ, ટેસ્ટ ઓફ એગ, રાજૂ મદ્રાસ કાફે, સદગુરુ ફેમિલી રેસ્ટોરન્ટ, કિરણ લાઈવ પફ, પોમોઝ પીઝા, રૂસી મદ્રાસ કાફે, અંજલી ચાઇનીઝ & પંજાબી, શ્રીમાં પાઉંભાજી & પુલાવ, પટેલ ડાઈનિંગ હૉલ, સાઇઝ ઝીરો, ફીલ ઇન ચાઇનીઝ & ફાસ્ટફૂડ ગેરરીતિ ઝડપાતા ૭૧ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ વિભાગે
A-1 કેટરર્સમાંથી 8 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ, કર્ણાવતી સ્નેક્સમાં 5 kg અખાદ્ય વાસી બેકરી પ્રોડક્ટસ, વાઘેશ્વરી પંજાબી & ચાઇનીઝમાંથી 3 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ, ઠાકોરજી રેસ્ટોરન્ટ & હોટલમાંથી 6 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ, શ્રી ચાઇનીઝ & ફાસ્ટફૂડમાંથી 4 kg, આર.આર. પાન & હોટલમાંથી 5 લીટર વાસી લસ્સી, સોમનાથ ચાઇનીઝ & પંજાબીમાંથી 14 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ ડેરી પ્રોડક્ટસ, નીલકંઠ રેસ્ટોરન્ટમાંથી 3 kg વાસી બાંધેલો લોટ, સાઇઝ ઝીરોમાંથી 22 kg અખાદ્ય વાસી પ્રિપેર્ડ ફૂડ, ફીલ ઇન ચાઇનીઝ & ફાસ્ટફૂડમાંથી 1 kg એક્સપાયરી બ્રેડનો નાશ કર્યો હતો.
હાલ ઉનાળાની સિઝન ચાલુ રહી હોય લોકો દ્વારા આખા વર્ષના ગરમ મસાલાની ખરીદી કરવામાં આવે છે ત્યારે શહેરના રૈયાધાર, નાનામવા સહિતના મસાલા માર્કેટ ભરાઇ છે લોકોને ભેળસેળવાળા મસાલા પધરાવવામાં ન આવે તે માટેની કાર્યવાહી ફૂડ શાખા દ્વારા કરવામાં આવી હતી. જેમાં 3૮ સ્થળોએ દરોડા પાડી મરચા, હળદર, ધાણાજીરૂ સહિતના નમૂના લેવામાં આવ્યા હતાં.


