By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા

Editor
Last updated: 2026/05/29 at 3:30 PM
2 months ago
Share
ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા
SHARE

ભાવનગરમાં દિકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાની જમાઈએ બ્લોક મારી કરી હત્યા

કામે જવાની ના પાડતા ઉશ્કેરાયેલો પતિ પત્નીને મારવા દોડ્યો; પિતાએ જમાઈને ઠપકો આપી દીકરીની ઢાલ બનવાનો પ્રયાસ કરતા માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં આજે સાંજે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયા (ઉં.વ. 60) પર જીવલેણ હુમલો કરી, માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા નીપજાવતાં ચકચાર મચી ગઈ છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપતાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલ અને બોરતળાવ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમની રચના કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને મૃતકના પરિવારજનો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક ગોરધનભાઈ ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારના સતનામ ચોકમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ તે નિયમિત કામે જતો નહોતો. ક્યારેક હીરા ઘસવા જતો અને ક્યારેક ઘરે બેસી રહેતો હોવાના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો.

દીકરીને કોઈ ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ તે દાખલ ન થતાં ઘરે પરત આવી હતી. સાંજે આશરે 5:30 કલાકે રાકેશ કામે ન જવાના મુદ્દે ફરી ઝઘડો થયો હતો અને રાકેશ પત્નીને મારવા દોડ્યો હતો. તે સમયે સસરા ગોરધનભાઈએ વચ્ચે પડીને જમાઈને ઠપકો આપતાં રાકેશ તેમને લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો. સાંજના ઝઘડાનો ખાર રાખીને રાત્રિના સમયે જમાઈ રાકેશ તેની સાથે અન્ય સાત જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો હતો. મૃતકના દીકરા સંદીપ દલસાણિયાના જણાવ્યા મુજબ, આ ટોળાએ આવીને ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ ગોરધનભાઈને નફ્ફટાઈથી પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી પારુબેન નામની મહિલાએ ગોરધનભાઈના માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીંકી દીધો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે લોહીલુહાણ હાલતમાં ગોરધનભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

સિટી ડીવાયએસપી આર.આર. સિંધાલે જણાવ્યું હતું કે, હીરાની કામગીરી બાબતે ચાલી રહેલા લાંબા સમયના મનદુઃખના કારણે આ હત્યાકાંડ સર્જાયો છે. હાલ બોરતળાવ પોલીસ દ્વારા મૃતકના શવના ઇન્ક્વેસ્ટ પંચનામાની કામગીરી કરવામાં આવી રહી છે. મરણજનારના વાલી વારસદારોની પૂછપરછ કરીને સત્તાવાર રીતે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે.

ગુનો આચરીને નાસી છૂટેલા જમાઈ રાકેશ, પારુબેન અને તેમની સાથે આવેલી મહિલાઓ સહિતના તમામ આરોપીઓને વહેલી તકે જેલભેગા કરવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દરોડા પાડી રહી છે.

 

You Might Also Like

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરપુર પોસ્ટ ઓફિસમાં અવ્યવસ્થા! દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ
ગુજરાત

વિરપુર પોસ્ટ ઓફિસમાં અવ્યવસ્થા! દોઢ મહિનાથી આધારકાર્ડની કામગીરી ઠપ્પ

Editor By Editor 5 days ago
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?