પાણીની બોટલના રૂ.૪.૫૦ના ભાવનું ટેન્ડર રદ કરતી રાજકોટ મહાપાલિકા
ભાવ ડબ્બલ આપ્યાનું ખૂલતા નવુ ટેન્ડર ઓપન કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
મનપામાં હાલ જંગલેશ્વર ડિમોલિશન કાંડ ગાજી રહ્યું છે ડિમોલિશન દરમિયાન થયેલી ખરીદીમાં ઊંચા ભાવ ના બિલ બનાવી નાખ્યાની તપાસ પણ ચાલુ છે ત્યારે ફક્ત પાણીની બોટલ માં પણ ડબ્બલ ભાવ આપ્યાનું ખૂલતા મનપાએ ટેન્ડર મા આવેલ એક બોટલના રૂ. 4.50 ના ભાવ પણ વધારે લાગતા એ ટેન્ડર રદ કરી નવું ઓપન રિ- ટેન્ડર કર્યું છે.
મનપાના જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણમાં અન્ય ખરીદીની સાથો સાથ પીવાના પાણીની બોટલ ના ભાવ પણ બજાર કિંમત કરતા વધુ ચૂકવ્યાનું બહાર આવ્યું હતું પરંતુ આ ખરીદી રેટ કોન્ટ્રાક્ટમાંથી અને તેમાં સૂચવેલ ભાવ મુજબ કરવામાં આવી હોવાનું અને કોન્ટેક્ટ પૂરો થવા છતાં જુના ભાવથી ખરીદી કરવામાં આવી હોવાનું અને તે નિયમ વિરુદ્ધ હોવાનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતા તંત્રએ જુનો કોન્ટ્રાક્ટ રદ કરી નવા ટેન્ડરના ભાવ નો અભ્યાસ કર્યો હતો.
ટેન્ડર મા આ વખતે એક બોટલના રૂ. 4.50 ભાવ આવ્યો હતો પરંતુ હવે મુસીબત વહોરવી નથી તેવું મન બનાવી હજુ પણ ભાવ રૂ.3.50 સુધી લઈ જવા માટે જૂનું રૂ. 4.50 નું ટેન્ડર રદ કરી ઓપન રિ- ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
સરકારી કચેરીમાં મહેમાનો માટે તેમજ નાના કાર્યક્રમો માટે પીવાના પાણીની બોટલ, ચા, બિસ્કિટ અને પેપર નેપકીનની જરૂર પડે. જેના માટે રેટ કોન્ટ્રાક્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓનો અંદાજિત જથ્થો ગત વર્ષમાં જે ઉપયોગ થયો હોય તેના આધારે હોય છે.
જેમ કે 100 પાણીની બોટલ, 25 કપ ચા, 10 પેકેટ બિસ્કિટ અને 5 પેકેટ પેપર નેપકીન ગત વર્ષે વપરાયું હોય તો તેટલું અથવા તેનાથી 10 ટકા વધુનો જથ્થો હોય. એજન્સીઓ બાદમાં આ બધી વસ્તુના ભાવ ભરે. આ બધી વસ્તુના અલગ અલગ ભાવ મુજબ સરવાળો થાય અને જે સરવાળો સૌથી ઓછો હોય તેને કોન્ટ્રાક્ટ મળે, પછી જ્યારે પણ કચેરીને જરૂર પડે તેટલી ચા, પાણી, બિસ્કિટ અને નેપકીન મંગાવે.


