પાણીજન્ય રોગચાળાનો હાહાકાર : તાવના ૭૧૧, ટાઇફોઇડ-કમળાના ત્રણ-ત્રણ દર્દીઓ
શરદી-ઉધરસના ૬3પ, ઝાડા-ઉલ્ટીના 3૦૫, ડેંગ્યુ અને મલેરીયાના ૧-૧ દર્દી નોંધાયા : ૧૯૧૭ કલોરીન ટેસ્ટ કરાયા : મચ્છરના લારવા મળવા ૧૯૭ આસામીઓને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં દુષિત અને ગંદ મારતુ પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. છાશવારે લોકો વિરોધ કરી રહ્યા છે અને આરોગ્યને નુકશાન થઇ રહ્યું છે. પાણીજન્ગ રોગચાળા પણ વકર્યો છે. શહેરમાં ૧૯૧૭ જેટલા કલોરીન ટેસ્ટ કરાયા છે. મેલેરિયા-ડેંગ્યુના ૧-૧, શરદી-ઉધરસના ૬3પ, સામાન્ય તાવના ૭૧૧, ઝાડા-ઉલ્ટીના 3૦૫, ટાઇફોડ-કમળાના ત્રણ-ત્રણ દર્દી નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૫/૦૫/૨૦૨૬ થી તા.૩૧/૦૫/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૮૪૪૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૯૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૩૭ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૧૬૧ અને કોર્મશીયલ ૩૬ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


