12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન
રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા જાહેરાત કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રેલવે પ્રશાસન દ્વારા હાલમાં કાર્યરત ટ્રેન નંબર 09259 સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને 12 મે, 2026 થી કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 79457 સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા ડેમુ (વન-વે) 12 મે, 2026 થી કાયમી ધોરણે સંચાલિત કરવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશનથી દરરોજ સવારે 05.00 કલાકે ઉપડશે અને સવારે 06.00 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે.
આ ડેમુ ટ્રેનમાં સુરેન્દ્રનગર થી ધ્રાંગધ્રા સુધીનું ભાડું રૂપિયા 10/- રહેશે. આ ટ્રેનના કાયમી સંચાલનથી આ વિસ્તારના મુસાફરોને સરળ, સસ્તી અને સુવિધાજનક રેલ મુસાફરીનો લાભ મળશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


