By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Editor
Last updated: 2026/04/03 at 3:41 PM
3 months ago
Share
ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત
SHARE

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થયા બાદ લેવાયો નિર્ણય

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

 રાજય સરકાર દ્વારા નવી તારીખો જાહેર કરાશે : અંદાજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ : નવો કાર્યક્રમ જાહેર થવાની વર્તુળોમાં થતી ચર્ચા

 મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં ફાળવી દેતા વસ્તી ગણતરીને અસર ન થાય તે માટે કામગીરી પાછી ઠેલવાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયમાં તા.૫ એપ્રિલથી વસ્તી ગણતરીનો પણ પ્રારંભ થવાનો હતો. પરંતુ સરકાર દ્વારા વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે અને સંભવિત ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી તારીખ જાહેર કરવામાં આવે તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે.

ચૂંટણી કામગીરીમાં મોટાભાગનો સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. જેથી ચૂંટણી અને વસ્તી ગણતરીની પ્રક્રિયા એક સાથે કરવામાં મુશ્કેલી સર્જાય શકે તેવા એંધાણ દેખાતા વસ્તી ગણતરી પાછી ઠેલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોય તેવી ચર્ચા તંત્રના સુત્રોમાં થઇ રહી છે.

ગુજરાતમાં 5 મી તારીખથી વસતિ ગણતરી શરૂ નહીં થાય. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રાજ્યમાં પહેલાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી. દરમિયાનમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે.

દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું. વસતિ ગણતરી દરમિયાન તમને કુલ 33 પ્રશ્નો પૂછાશે. આ વસતિ ગણતરીમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવશે તે અંગે સોશિયલ મીડિયામાં ધૂમ મેસેજો વાયરલ થઇ રહ્યાં હતા. જો કે ગુજરાત સરકારે આ કાર્યક્રમને મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડતાં જ સમગ્ર ચર્ચા પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.

રાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી થશે.

 

પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ વસતિ ગણતરી

દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા અને પછી તેમને ડિજિટાઇઝ કરવામાં આવતા હતા. આમાં ઘણો સમય લાગતો હતો. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય.

તબક્કો 1 – ઘરોની યાદી અને રહેઠાણ ગણતરી (HLO):

આ તબક્કો એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે છ મહિનામાં પૂર્ણ થશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ તેમની સુવિધા મુજબ 30 દિવસની અંદર આ કવાયત હાથ ધરશે. આ પહેલા 15 દિવસનો સ્વ-ગણતરી સમયગાળો શરૂ થશે. આ તબક્કો ઘરોની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરગથ્થુ સંપત્તિઓની માહિતી એકત્રિત કરશે. આ તબક્કાને લગતા પ્રશ્નો જાન્યુઆરી 2026 માં સૂચિત કરવામાં આવ્યા છે.

 

બીજો તબક્કો – વસ્તી ગણતરી:

આ તબક્કો ફેબ્રુઆરી 2027 માં હાથ ધરવામાં આવશે. લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના બિન-સંલગ્ન વિસ્તારોમાં, આ તબક્કો સપ્ટેમ્બર 2026 માં હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ, આ તબક્કામાં જાતિવાર ગણતરી પણ હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં દરેક વ્યક્તિ પાસેથી વસ્તી વિષયક, સામાજિક-આર્થિક, શૈક્ષણિક, સ્થળાંતર અને પ્રજનનક્ષમતા માહિતી એકત્રિત કરવામાં આવશે. ચોક્કસ સમયપત્રક અને પ્રશ્નો પછીથી સૂચિત કરવામાં આવશે.

 

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
ગુજરાત

રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ

Editor By Editor 5 days ago
 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ
રાજકોટમાં રવિવારે દિવસ ૧3.૨૮ કલાક અને રાત્રિ ૧૦.3૨ કલાકની રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?