By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 

Editor
Last updated: 2026/04/16 at 3:46 PM
2 days ago
Share
 પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી 
SHARE

પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી

“પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?” વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ

માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા તા. 11 થી 17 એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આયોજિત “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ના પંચમ દિવસે આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે BAPS સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત અને ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર મહોત્સવને વિશેષ પવિત્રતા અને દિવ્યતા બક્ષી હતી.

કાર્યક્રમમાં યુવાવૃંદ દ્વારા પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી સાથે પ્રેરક પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ દરમ્યાન સ્વામીએ “સુખ અને દુઃખની સાચી સમજ” વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, જ્યારે જીવનમાં સાચા સુખનો અનુભવ થાય છે, ખાસ કરીને ગુરુહરીના આશીર્વાદથી, ત્યારે દુનિયાનાં અન્ય બધા સુખ નગણ્ય લાગે છે.

પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આજના પ્રવચન “પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?” માં માનવજીવનના અત્યંત જટિલ અને ચિંતનપ્રેરક વિષયને સરળ, અસરકારક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવ્યો હતો. તેઓએ પરમાત્માનું સ્વરૂપ, અસ્તિત્વ, સર્વવ્યાપકતા અને માનવજીવનમાં દુઃખ-પ્રશ્નોના સ્થાન પર શાસ્ત્રીય, તર્કસંગત અને અનુભૂતિ આધારિત વિચાર રજૂ કરી એ વાત પર ભાર મૂક્યો કે, પ્રશ્નો અને સંઘર્ષો માણસને દંડ આપવા માટે નથી આવતા, પરંતુ તેને વધુ મજબૂત, શુદ્ધ, જાગૃત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવવા માટે આવે છે. જીવનની મુશ્કેલીઓને સોનાના તાપ, બાળકના ચાલતા શીખવાના પ્રયત્ન અને પતંગિયાના સંઘર્ષ જેવી ઉપમાઓથી સમજાવી, પ્રશ્નોને ઘડતરની પ્રક્રિયા તરીકે રજૂ કરવામાં આવ્યા. સમગ્ર પ્રવચન દ્વારા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ શ્રોતાઓને શ્રદ્ધા, સમજ, સહનશક્તિ અને જીવનપ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો હતો.

આજે માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે.

રાજકોટમાં પ્રથમવાર આ પ્રકારનો વિશિષ્ટ યજ્ઞ યોજાયો છે, જેમાં 48 યજ્ઞકુંડો દ્વારા દરરોજ આશરે 200 પરિવારો એકસાથે બેસીને યજ્ઞમાં આહુતિ આપે છે. BAPS સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવે છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ કરાવે છે.

આ યજ્ઞનું સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય નાના બાળકોના કંઠે ગુંજતા સંસ્કૃત શ્લોકો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર મહંતસ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના પવિત્ર ગાન સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. 3 થી 13 વર્ષની ઉંમરના લગભગ 400 બાળકો દ્વારા સત્સંગ દીક્ષાના 315 શ્લોકોનું મુખપાઠ કરવામાં આવ્યું છે, જેમાંથી દરરોજ 100 જેટલા બાળકો યજ્ઞમાં ભાગ લઈને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપે છે.

આ સમગ્ર આયોજનમાં 160થી વધુ બાળ-બાલિકા કાર્યકરો સેવા આપી રહ્યા છે, જે બપોરથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક યજ્ઞની વ્યવસ્થા સંભાળે છે. સાંજે 5:30 થી 7:30 દરમિયાન યોજાતા આ યજ્ઞનો સમાપન આરતી અને પૂર્ણાહુતિ સાથે થાય છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવે છે. આજના વ્યસ્ત અને દોડધામભર્યા જીવનમાં જ્યાં પરિવારો વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઘટતો જાય છે, ત્યાં આ પારિવારિક શાંતિ યજ્ઞ એક નવી દિશા દર્શાવે છે.

You Might Also Like

દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો

ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં પ્રેમિકાના ઘરે જમીન મકાનના ધંધાર્થીનો ગળાફાંસો ખાઈ આપઘાત

અવધ-કાલાવડ રોડનો પોશ વિસ્તાર હવે લુખ્ખા તત્વોની ઝપેટમાં

આંગણવાડીના બાળકોને RTEમાં પ્રવેશ આપવાની પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા

પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ડૉ.નિમિષ મુંગરાની IFCC માં જજ તરીકે પસંદગી
રાજકોટ

 ડૉ.નિમિષ મુંગરાની IFCC માં જજ તરીકે પસંદગી

Editor By Editor 4 days ago
 ચૂંટણી પૂર્વે પ્રિસાઇડીંગ અને પોલીંગ અધિકારીઓને અપાઇ ડિજીટલ તાલીમ
ચેક રીટર્નની ફરિયાદમાં તેજસ ટાંકને નિર્દોષ છોડી મુકતી રાજકોટ સિવિલ કોર્ટ
 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?