By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો

Editor
Last updated: 2026/04/18 at 5:14 PM
12 minutes ago
Share
દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો
SHARE

દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો

લગ્નના વચનો આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવાને કર્યો દગો; ફરીયાદ નોંધાતા સોશિયલ મીડિયામાં અર્ધનગ્ન તસવીરો, મોબાઇલ નંબર અને બેંક વિગતો જાહેર કરી ધમાલ મચાવી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં એક ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર શિક્ષિકાને ટાર્ગેટ બનાવી આરોપીએ બદલો લેવા અશ્લીલ ફોટા અને અંગત વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મવડી વિસ્તારના રહેવાસી ધ્રુવલ દેસાઈ સામે વધુ એક ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રૈયા રોડ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય શિક્ષિકાએ અગાઉ ધ્રુવલ દેસાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા આરોપી ભડકાઈ ગયો હતો અને તેણે આત્મહત્યાનો નાટક રચી શિક્ષિકાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા વીડિયોમાં આરોપી ફિનાઇલ પીતો દેખાય છે, ત્યારબાદ તેણે શિક્ષિકાના અર્ધનગ્ન ફોટા, ખાનગી ક્ષણોના દૃશ્યો, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટની વિગતો જાહેર કરી દીધી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પીડિતા હાલમાં એકલી રહે છે અને ગૃહિણિ તરીકે જીવન વિતાવે છે. વર્ષ 2006માં તેણીના લગ્ન થયા હતા, પરંતુ દાંપત્ય જીવનમાં મતભેદ સર્જાતા વર્ષ 2022માં છૂટાછેડા લીધા હતા. તેમનો એક પુત્ર છે, જે પતિ સાથે રહે છે. પીડિતાના માતા-પિતા જુનાગઢમાં નિવૃત જીવન જીવે છે.
ઘટનાની પૃષ્ઠભૂમિ તપાસતા જાણવા મળ્યું કે વર્ષ 2012-13 દરમિયાન પીડિતા એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી, ત્યારે ધ્રુવલ દેસાઈ તે જ શાળામાં વિદ્યાર્થી હતો. બંને વચ્ચે તે સમયે માત્ર ઓળખાણ હતી અને ખાસ કોઈ સંપર્ક નહોતો. જોકે વર્ષ 2024 દરમિયાન ધ્રુવલે ફેસબુક મારફતે ફરી સંપર્ક સાધ્યો અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે આ ઓળખાણ નજીકના સંબંધમાં ફેરવાઈ અને બંને વચ્ચે મુલાકાતો તેમજ બહાર ફરવા જવાનું શરૂ થયું.
ફરીયાદ અનુસાર, આ સમયગાળા દરમિયાન ધ્રુવલે શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ વિશ્વાસમાં આવી પીડિતાએ તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગભગ દોઢ વર્ષ સુધી ચાલેલા આ સંબંધ દરમિયાન શિક્ષિકાને આશા હતી કે બંને લગ્ન કરશે. પરંતુ આરોપીએ અચાનક સંબંધ તોડી અન્ય યુવતી સાથે સગાઈ કરી લગ્ન કરી લીધા હતા, જેના કારણે પીડિતાએ તા. 23 માર્ચ 2026ના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદ નોંધાયા બાદ પરિસ્થિતિ વધુ વિકરાળ બની ગઈ હતી. તા. 27 માર્ચે પીડિતા પોતાના ઘરે હતી ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોવા મળ્યો, જેમાં આરોપી પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કરતો હતો. આ વીડિયોમાં આરોપીએ પોતાની અને પીડિતાની વચ્ચે થયેલા વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ, અંગત ફોટા તેમજ પીડિતાની ખાનગી માહિતી જાહેર કરી હતી. આ સાથે પીડિતાના મોબાઇલ નંબર જાહેર થતા અજાણ્યા લોકોના કોલ અને મેસેજથી તેણીનું જીવન દુર્ભર બની ગયું હતું.
આ બનાવને લઈને પીડિતાએ પોતાના પરિવારજનો અને ઓળખીતાઓ સાથે ચર્ચા કર્યા બાદ ફરી ગાંધીગ્રામ પોલીસ મથકમાં બીજી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈટી એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આરોપી ફરાર હોવાનું માનવામાં આવે છે અને તેની ધરપકડ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

 

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ
રાજકોટ

ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ

Editor By Editor 1 hour ago
ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
પર્યાવરણ પ્રેમી પરસોત્તમભાઇ વેકરીયા પરિવારે પૌત્રીના જન્મદિવસે સેવાકાર્યો
 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ
રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?