કુંડલિયા કોલેજની વિદ્યાર્થિનીઓએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી
લોકશાહીના પર્વમાં યુવા શક્તિની ભાગીદારી અંતર્ગત જાગૃતિ અભિયાન
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ-૨૦૨૬માં યુવા મતદારોની ભાગીદારી વધારવા અને જનજાગૃતિ લાવવાના હેતુથી રાજકોટમાં ‘સ્વેપ’ પ્રવૃત્તિઓ વેગવંતી બની છે. જે અંતર્ગત શહેરની એમ.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના NSS (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ ૧ અને ૨ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બંને યુનિટના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓએ હાજર રહીને વિદ્યાર્થિનીઓને મતાધિકારના મૂલ્ય અને લોકશાહીમાં તેની અનિવાર્યતા વિશે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે કોલેજની NSS સ્વયંસેવિકાઓએ એકત્ર થઈને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટેના શપથ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત મતદાન તા. ૨૬/૦૪/૨૦૨૬ અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે.


