રેસકોર્સ પાર્ક સોસાયટીમાં મતદાન પર્વની ઊજવણીની તૈયારીનો થનગનાટ
ટીમ વર્કથી કાર્ય કરી ભાઈઓ બહેનો મતદાન પર્વમાં જોડાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મે નહી તુ ની ભાવનાથી આગળ વધતા રેસકોર્સ પાર્ક પરીવાર પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ(મો. ૯૮રપ૧૬રર૩પ) ના માર્ગદર્શન હેઠળ ૮૮૭ ફલેટ ધરાવતી રેસકોર્સ પાર્ક સોસાયટીમાં ફલેટ ધારકો દવારા લોકશાહીના આ પર્વને એકસાથે સંયુકતપણે ભેગા થઈ ઉજવવાની તૈયારી થઈ રહી છે. ફલેટધારકો મતદાન કરી આ પર્વની ભાવભેર ઉજવણી કરવા માટે તલપાપડ બન્યા છે. ઘરે ઘરેથી મતદાન થાય તે માટે કમિટી નાં મેમ્બરો પ્રયત્નશીલ છે. આ પર્વને સફળ બનાવવા માટે રાજેન્દ્રસિંહ ગોહીલનાં કુશળ માર્ગદર્શન હેઠળ વિરેન્દ્ર સંઘવી, અમી પારેખ, કમલેશ મોદી, જગદીશ સોનેજી, મીહીર પારેખ, મીત ગાંઘી, દેવાંગ જોષી, રાજુ લાખાણી, પાર્થ સંઘવી, હીના સંઘવી, રાજુ વીડજા, ઘીરૂભાઈ પટેલ, રજનીભાઈ વાઢેર, ઉદયસિંહ રાઠોડ, હર્ષવર્ધનસિંહ ગોહીલ, ભૂવનેશ્વરીબા ગોહીલ, ગીતાબા ગોહીલ, વશિષ્ટ રાવલ, જયેશ માનસાતા, શૈલેષ ઉદાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


