‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ
મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી આપશે વિશેષ માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી સાથે આજે બુધવારે સાંજે ૦૭:૦૦ વાગ્યે “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
દેવયાની તાંબોલી પોતાના ૧૦ વર્ષના અનુભવો સાથે ગૌ આધારિત ઉત્પાદનોમાં કરાયેલા નવીન પ્રયોગો વિશે માર્ગદર્શન આપશે. તેઓ દ્વારા બનાવવામાં આવેલા ગોમય આધારિત પ્રોડક્ટ્સ જેમ કે રંગોળી, દીવડા, મેટ્સ તેમજ પેટન્ટ પ્રોડક્ટ્સ ગૌમય એક્યુપ્રેશર ફોલ્ડેબલ ગાદલું અને ગૌમય સીટ કવર્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ ચર્ચા દરમિયાન ગૌ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ કલાકારોને રોજગાર ઉપલબ્ધ કરાવવાના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવશે. સાથે સાથે, Gau Tech 2026 નો તેમનો અનુભવ, ત્યાં મળેલ પ્રતિસાદ અને નવી શીખ વિશે પણ તેઓ પોતાના વિચારો રજૂ કરશે.આ સંવાદ દ્વારા મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ પ્રેરણા મળશે અને ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ માટે નવી દિશા મળશે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે.


