By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    18 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

Editor
Last updated: 2026/04/22 at 5:06 PM
8 minutes ago
Share
વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા
SHARE

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

છોડાવવા વચ્ચે પડેલા સાસુ-સસરાને પણ છરી મારી દીધી : છુટાછેડાની ખેંચતાણમાં હૂમલો : પોલીસ ફરિયાદ નોંધાઇ

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે અડધી રાત્રે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. છેલ્લા 4 મહિનાથી પોતાના પિયરમાં રિસામણે રહેલી 27 વર્ષીય પરિણીતા જયશ્રીબેન નીતિનભાઈ પરમાર પર તેના જ પતિ નીતિન ધનજી પરમારે જીવલેણ હુમલો કર્યો હતો. છૂટાછેડાની ખેંચતાણ અને પત્ની સાથે ન આવતી હોવાના મનદુખમાં અંધારી રાત્રે દિવાલ કૂદીને આવેલા પતિએ પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને બચાવવા વચ્ચે પડેલા સાસુ અને સસરા પર પણ આરોપીએ છરીના ઘા ઝીંકી તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતાં.

​જયશ્રીબેનના આક્ષેપ મુજબ આરોપી નીતિન હુમલો કર્યા બાદ કબાટમાંથી 30,000 રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી ગયો હતો. પત્નીને પેટ અને અન્ય ભાગે 7થી 8 જેટલા છરીના ઘા વાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાઈ છે. હાલમાં ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

​પત્ની જયશ્રીબેન છેલ્લા કેટલાક સમયથી તેમના બાળકો સાથે પિતાના ઘરે રહેતા હતાં. 19મી એપ્રિલની મધ્યરાત્રીએ જ્યારે આખો પરિવાર નિદ્રામાં હતો, ત્યારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ આરોપી નીતિન પરમાર વંડી ટપીને ઘરમાં ઘૂસી આવ્યો હતો. કબાટ પાસે અવાજ થતા જયશ્રીબેન જાગી ગયા હતા અને તે સમયે નીતિને કહ્યું ‘આજે તો તને પતાવી જ દેવી છે’ અને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ પત્નીના સાથળના ભાગે અને હાથની આંગળીઓમાં અનેક ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

​પુત્રીની ચીસાચીસ સાંભળીને ઓસરીમાં સૂતેલા માતા અને પિતા તરત જ રૂમમાં દોડી આવ્યા હતાં. પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈ તેને બચાવવા પિતા વચ્ચે પડતા ઉશ્કેરાયેલા નીતિને સસરા જીવણભાઈની ડાબી સાથળમાં છરીના 2 ઘા ઝીંકી દીધા હતાં. આટલેથી ન અટકતા તેણે સાસુ શારદાબેન પર પણ છરી વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરીથી દિવાલ કૂદીને અંધારામાં નાસી છૂટ્યો હતો. આ હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

જયશ્રીબેને જણાવ્યું હતું કે, તેમના લગ્નજીવનમાં છેલ્લા 1 વર્ષથી વિવાદો ચાલી રહ્યા હતાં. અગાઉ સમાધાન બાદ તેઓ સાસરે ગયા હતા, પરંતુ પતિની દારૂ અને ડ્રગ્સ જેવી નશાની આદતો તેમજ સતત મારકૂટને કારણે તેમને સિવિલ હોસ્પિટલની નોકરી પણ છોડવી પડી હતી. આર્થિક તંગી અને દેવાના કારણે પતિ સતત ઝઘડા કરતો હતો.

ભોગ બનનાર પરિવારે ન્યાયની માંગ કરતા આક્ષેપ કર્યો છે કે, આરોપી અત્યારે ધરપકડથી બચવા માટે ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. વંથલી પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને આરોપી નીતિન પરમાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

You Might Also Like

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

પિતાની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા, મૃત્યુને મહોત્સવમાં ફેરવ્યો

જૂનાગઢ સરકારી હોસ્પિટલના મહિલા કર્મચારીનો ગળેફાંસો ખાઇ આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“માનવ ઉત્કર્ષ મહોત્સવ”માં ઝળહળ્યું નારી નેતૃત્વ
રાજકોટ

“માનવ ઉત્કર્ષ મહોત્સવ”માં ઝળહળ્યું નારી નેતૃત્વ

Editor By Editor 4 days ago
 LPG સિલિન્ડરની ગામડાઓમાં ફરીથી હોમ ડિલીવરીનો પ્રારંભ
ગોંડલના ચોરડી નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ : ૨૫ ફૂટ ઊંચો ફૂવારો ઉડયો
દરિયાઇ માર્ગે દમણથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના કૌભાંડનો થયો ભાંડાફોડ
સર્વિસ ક્ષેત્રની અગ્રીમ હરોળની કંપની સર્વિસ ફોર્સની ઓફિસ રાજકોટમાં શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?