તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું
અગ્ર ગુજરાત, તળાજા
તાજેતરમાં તળાજા ખાતે ઔદિચ્ય તળાજીયા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તુળજા ભવાની માતાજીની ભવ્ય શોભાયાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિજનો ઉપરાંત તળાજા અને આજૂબાજુના વિસ્તારના લોકોએ શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ શોભાયાત્રા એક બગ્ગી ટાઈપની ખુલ્લી જીપમાં માતાજીની પધરામણી કરીને તળાજાના વિવિધ વિસ્તારોમાં માતાજીના ગીતો અને ગરબાના તાલ સાથે માતાજીની નગરચર્યા કરવામાં આવી હતી. આ નગરચર્યાના રસ્તામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં તેના આગલા દિવસે યોજાયેલી સમૂહ જનોઈના તમામ 11 બડવાઓની બટૂકયાત્રા પણ કાઢવામાં આવી હતી.


