By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: 260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં

Editor
Last updated: 2026/05/09 at 4:54 PM
4 months ago
Share
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
SHARE

260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં

બ્લેક બોક્સથી AI વિશ્લેષણ સુધીની તપાસ પૂર્ણ થવાને આરે, કેન્દ્રિય મંત્રી નાયડુએ આપી માહિતી

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદમાં ગત વર્ષે સર્જાયેલી દેશની સૌથી કરૂણ વિમાન દુર્ઘટનાઓમાંથી એક ગણાતી એર ઈન્ડિયાની AI171 ફ્લાઈટ ક્રેશ મામલે હવે મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરપુ રામમોહન નાયડુ એ જાહેરાત કરી છે કે આ દુર્ઘટનાનો સત્તાવાર તપાસ રિપોર્ટ આગામી એક મહિનાની અંદર જાહેર કરવામાં આવશે.
ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર તપાસ પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે આગળ વધી રહી છે અને તેમાં આધુનિક AI ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ માત્ર દુર્ઘટનાના કારણો બહાર લાવવાનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા ફ્લાઈટ AI171 crash દુર્ઘટનાગ્રસ્ત બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફ કર્યા બાદ થોડા જ સેકન્ડોમાં ક્રેશ થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 260 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં માત્ર એક જ મુસાફર જીવતો બચ્યો હતો, જ્યારે અનેક પરિવારો માટે આ દુર્ઘટના જીવનભરનું દુઃખ બની ગઈ હતી. આ બનાવ બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી મૃતકોના પરિવારજનો, એરલાઈન ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો તેમજ સામાન્ય નાગરિકો તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે મંત્રીના નિવેદન બાદ આગામી 30 દિવસમાં આ મામલે સત્ય સામે આવવાની શક્યતા મજબૂત બની છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાના તમામ પાસાઓની ખૂબ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી, મશીનરીની નિષ્ફળતા, માનવીય ભૂલ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે જાણવા માટે વિવિધ એજન્સીઓ એકસાથે કામ કરી રહી છે. બ્લેક બોક્સમાંથી મળેલા ડેટા, ફ્લાઈટ રેકોર્ડિંગ્સ, ટેકનિકલ સિસ્ટમ્સ તેમજ પાઈલટના કમ્યુનિકેશન સહિતની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે આ તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. વિમાન ઉત્પાદન કંપનીઓ, ટેકનિકલ નિષ્ણાતો અને વૈશ્વિક એવિએશન એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. AI આધારિત વિશ્લેષણથી મોટી માત્રામાં ડેટાને ઝડપથી અને વધુ ચોકસાઈથી ચકાસવામાં મદદ મળી રહી છે.
દુર્ઘટના બાદ પીડિત પરિવારો દ્વારા અનેક વખત એવિએશન કંપનીઓ સામે અસહકાર અને બેદરકારીના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ઘણા પરિવારોનું કહેવું હતું કે વળતર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે અને યોગ્ય સહાય મળી રહી નથી. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કોઈ પણ કંપની પોતાની જવાબદારીમાંથી બચી શકશે નહીં.
સરકાર પીડિત પરિવારોને યોગ્ય વળતર અને કાનૂની સહાય મળે તે માટે સક્રિય રીતે મધ્યસ્થી કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કોઈ કંપની દ્વારા બેદરકારી અથવા અસહકાર દાખવવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. એવિએશન ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોના મત મુજબ, આ રિપોર્ટ માત્ર AI171 દુર્ઘટનાના કારણો જ નહીં પરંતુ દેશની ઉડ્ડયન સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ પણ ઉજાગર કરી શકે છે. ખાસ કરીને આધુનિક વિમાનોમાં સુરક્ષા પ્રોટોકોલ, મેન્ટેનન્સ સિસ્ટમ અને ઈમરજન્સી રિસ્પોન્સ અંગે મહત્વપૂર્ણ સૂચનો સામે આવી શકે છે.
અમદાવાદની આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અનેક પરિવારો આજે પણ પોતાના સ્વજનોને ગુમાવ્યાનો આઘાત ભૂલી શક્યા નથી. હવે તમામની નજર આગામી એક મહિનામાં જાહેર થનારા સત્તાવાર તપાસ રિપોર્ટ પર ટકેલી છે. લોકો આશા રાખી રહ્યા છે કે આ રિપોર્ટ દ્વારા દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે અને ભવિષ્યમાં આવી કરૂણ ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે.

You Might Also Like

વીમો નહી તો પેટ્રોલ-ડિઝલ પણ નહી : સુપ્રિમ આક્રમક

કિચનના લાઇવ દ્રશ્યો રિસેપ્શનમાં જ ગ્રાહકોને દેખાડવા કરાયા કડક આદેશ

રોડ પહોળો કરવા ડિમોલેશન થાય તો સિવિલ વૈકલ્પિક ઘરનો આદેશ કરી શકે નહી : હાઇકોર્ટ

મહિલાઓને રાજ્યભરમાં નાઇટ શિફ્ટની છૂટ

UPI અને બચતના ટ્રેન્ડથી બદલાયું કેશનું ગણિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?