સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય જ્યોતિષા ચાર્ય સમીર રાવલનું સન્માન
સનાતન જયોતિષ ગૌરવ સન્માન એવોર્ડ અર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
કૃષ્ણ જ્યોતિષ અનુસંધાન સંસ્થા – જયપુર દ્વારા આંતરરાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલન સૌરાષ્ટ્ર ભરના જાણીતા જ્યોતિચાર્ય સાથે યોજાયેલ.
આ જ્યોતિષ સંમેલનમાં સમીર ભાઈભાઈ રાવલનું આંતરરાષ્ટ્રીય જ્યોતિષાચાર્ય તરીકે સન્માન કરવામાં આવતા જયેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શનથી સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા સમીરભાઈ રાવલનું વિશેષ સન્માન કરવામાં આવેલ. જેમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ માટે સંશોધન અને વિશિષ્ટ યોગદાન માટે સનાતન જ્યોતિષ ગૌરવ સન્માન 2026 થી નવાજવામાં આવેલ.
વાસ્તુ શાસ્ત્ર ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી ખૂબ જ બારીકાયથી કાર્ય કરી રહ્યા છે. સાથે શિવ મહોદય શાસ્ત્રના પણ તેઓ દ્વારા ફ્રી સેમિનાર યોજવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્ય – માનસિક અને સંપત્તિ માટે ખૂબ જ ઉપયોગી શ્વાસને સમિત ટેકનિક નું આયોજન માન્ય જીવન માટે કરવામાં આવે છે. આમાં આ વિશેષ સન્માનમાં ડો.રાજેશ.ત્રિવેદી , મેહુલ મહેતા , ડો.નિમીષ મુંગરા , મનીષ પટેલ , ડો. ધર્મિષ્ઠા હિંગળાજિયા વગેરે ઉપસ્થિત રહેલ જ્યારે સફળતા માટે ઋષિલ ત્રિવેદી , દીપક ત્રિવેદી , મનીષભાઈ ત્રિવેદી વગેરે કાર્ય કરેલ.


