ઉનાના ચીખલી ગામે બનેલ હત્યાનો પ્રયાસ કરનાર શખ્સોની ધરપકડ
પ્લોટ બાબતે થયેલી બોલાચાલીમાં લોખંડના પાઈપ-છરીથી કર્યો હતો હુમલો: 7 આરોપીઓ ઝડપાયા, 2 હજુ ફરાર
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના ચીખલી ગામે પ્લોટમાં મકાન બનાવવા બાબતે થયેલી જૂની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવાના ગુનાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે.
તા. 13/01/2025ના રોજ ચીખલી ગામે પ્લોટમાં મકાન બનાવવા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા એક પક્ષના લોકોએ બીજા પક્ષના સભ્યો પર લોખંડના પાઈપ, છરી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ફરિયાદી પક્ષના 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ અંગે ઉના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 109, 115(2), 352, 351(3), 324, 326, 504, 506(2), 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો.
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એફ એમ ચૌધરી ની સૂચનાથી નવાબંદર પોલીસ અધિકારી છેજે.જે.પરમાર ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ 7 આરોપીઓને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપી મંગળભાઈ રામજીભાઈ વંશ સરમણભાઈ રામજીભાઈ ધાધલ રવિકુમાર મુળુભાઈ ઉર્ફે મુકેશભાઈ વંશ સંતોકબેન ઉર્ફે શાંતિબેન બીજલ ભાઈ વંશ, મુનિલાલ અમરતભાઈ વંશ ,મહેશભાઈ કાના ભાઈ વંશ,રામશીભાઈ ભગવાનભાઈ ધુધાભાઈ, ની અટકાયત કરી આરોપી નો ગુન્હાહિત ઈતિહાસ જોતા ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં મંગળભાઈ વંશ સામેઅગાઉ મારામારી અને પ્રોહિબિશનના 4 ગુના નોંધાયેલા છે. રવિકુમાર ઉર્ફે મુકેશભાઈ વંશ સામે 3 ગુના, મુનિલાલ વંશ સામે 1 ગુનો, મહેશભાઈ વંશ સામે 8 ગુના અને રામશીભાઈ ધુધાભાઈ સામે 5 ગુના નોંધાયેલા છે. આરોપી મહેશભાઈ વંશ સામે 2016માં 146 કલમ હેઠળ રાયોટિંગનો ગંભીર ગુનો પણ નોંધાયેલો છે.
ઉના પોલીસ સ્ટેશનના PSI જે.પી. જાદવ તથા સર્વેલન્સ સ્ક્વોડના ASI શાંતિલાલ વેલાભાઈ, હેડ કોન્સ. નારણભાઈ,અમિતભાઈ બુખણીયા, મુનિલાલ કેશવલાલ, અર્જુનભાઈ ડાયાભાઈ, રવિસિંહ પ્રદિપ સિંહ તથા જયપાલસિંહ મહાવીરસિંહજોડાયા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.


