By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટ મનપાને તા.૨૮મીએ મળશે નવા સુકાની
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટ મનપાને તા.૨૮મીએ મળશે નવા સુકાની

Editor
Last updated: 2026/05/20 at 4:22 PM
3 months ago
Share
 રાજકોટ મનપાને તા.૨૮મીએ મળશે નવા સુકાની
SHARE

ચૂંટણી પરિણામના એક મહિના બાદ અંતે તારીખ જાહેર કરાઇ

 રાજકોટ મનપાને તા.૨૮મીએ મળશે નવા સુકાની

મેયર-સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરાશે : જનરલ બોર્ડ યોજવાની સૂચના : શિસ્તબધ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોપાઇ

 પ્રથમ તબક્કામાં તા.૨૬મીએ જામનગર, મહેસાણા, મોરબી, ગાંધીધામ, અમદાવાદ, નવસારી, પોરબંદર અને નડિયાદ તેમજ બીજા તબક્કામાં તા.૨૮મીએ રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, વાપી, આણંદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીનું પરિણામ તા.૨૮ એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામના ૨૨ દિવસ બાદ સત્તાધીશોની પસંદગી ભાજપ કરી શકયું નથી ત્યારે હવે આગામી અઠવાડીયામાં નામ જાહેર કરે તેવા સંકેત મળી રહ્યાં છે. રાજકોટમાં તા.૨૮મીએ મેયર સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતની મહાનગરપાલિકાઓ અને મહત્વની નગરપાલિકાઓમાં કમાન સંભાળવા માટે મેયર અને પ્રમુખ પદની પસંદગીની ઘડીઓ ગણાઈ રહી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સરકારે તમામ 15 કોર્પોરેશન અને નગરપાલિકાઓને જનરલ બોર્ડની બેઠક બોલાવવા માટે સત્તાવાર એજન્ડા બહાર પાડવાની કડક સૂચના આપી દીધી છે. આગામી તારીખ 26 અને 28ના રોજ બે તબક્કામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી માત્ર બે જ દિવસની અંદર તમામ 15 શહેરોને નવા મેયર મળી જશે.

રાજકીય ગરમાવા વચ્ચે આગામી તારીખ 26 ના રોજ પ્રથમ તબક્કામાં મેગા સિટી અમદાવાદ સહિત જામનગર, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ,, નવસારી અને નડિયાદ ખાતે જનરલ બોર્ડની બેઠક મળશે. આ બેઠકો દરમિયાન સત્તાવાર રીતે નવા મેયર અને હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં એટલે કે તારીખ 28ના રોજ રાજ્યના અન્ય મહત્વના મહાનગરો જેવા કે સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરા ઉપરાંત વાપી, આણંદ અને સુરેન્દ્રનગરમાં ખાસ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ દિવસે આ શહેરોના નવા પ્રથમ નાગરિક એટલે કે મેયરના નામ પર આખરી મહોર મારવામાં આવશે.
પક્ષીય હાઈકમાન્ડના આદેશ અનુસાર, જે-તે મહાનગરપાલિકાના પ્રભારીઓ જનરલ બોર્ડની બેઠક પૂર્વે પક્ષના મેન્ડેટ સાથેના નામની જાહેરાત કરશે. ભાજપ શાસિત આ મનપાઓમાં આંતરિક કલહ ન થાય અને શિસ્તબદ્ધ રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પ્રભારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. સરકારની સૂચના મળતા જ તમામ કોર્પોરેશનો દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજકોટ મનપા માટે ચર્ચાતા નામો

રાજકોટ મહાનગર પાલિકામાં આ વખતે મેયર પદ માટે સામાન્ય અનામત હોવાથી ભારતીય જનતા પાર્ટી પાટીદાર અથવા બ્રાહ્મણ સમાજને સ્થાન આપે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. તેમાં પણ આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મેયર પદ પર પ્રથમ પાટીદારને જ મહત્વ આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે સરકાર અને સંગઠન દ્વારા અન્ય તમામ જગ્યા પર જ્ઞાતિ આધારિત સમીકરણો નક્કી કરી આ માટે ફાઇનલ નિર્ણય લેવામાં આવશે.

રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર સમાજમાંથી મેયર તરીકે જાહેરાત કરવામાં આવે તો કેતન પટેલ, દિલીપ લુણાગરિયા અથવા પરેશ પીપળીયાને સ્થાન આપવામાં આવી શકે છે અને બ્રાહ્મણ સમાજમાંથી બનાવવામાં આવે તો નેહલ શુકલા, પરેશ ઠાકર અને મનીષ ભટ્ટનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પર ઓબીસી સમાજને સ્થાન આપવામાં આવ તેવી શક્યતા સેવાઈ રહી છે અને તેમાં ઘનશ્યામ હેરભા અથવા પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે કોઈ મહિલાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી
ગુજરાતરાજકોટ

ખોડાપીપરમાં સરકારી જમીન પર પાંચ દુકાનો ઊભી કરી દેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી

Editor By Editor 6 days ago
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે
રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું
સિવિલમાં શુધ્ધ લોહીની અછત, થેલેસેમિયા ગ્રસ્તો પર મેજર ખતરો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?