By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    9 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    9 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદેદારોની વરણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદેદારોની વરણી

Editor
Last updated: 2026/05/25 at 4:47 PM
1 day ago
Share
રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદેદારોની વરણી
SHARE

રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદેદારોની વરણી

મહત્વના બંને પદ પર OBC સમાજને પ્રધાન્ય : પ્રમુખ તરીકે છેલ્લી ઘડીએ ટિકિટ મેળવનાર કુવાડવા-બેઠકના વિજેતા સંજયભાઇ પીપળીયાની વરણી, સામતભાઇ બાંભવા ઉપપ્રમુખ : કારોબારી ચેરમેનમાં નરશીભાઇ સોજીત્રા, પક્ષના નેતા પારૂલબેન કણસાગરા અને દંડકની જવાબદારી અમરશીભાઇ ચૌહાણને સોંપાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. ગઇકાલે ફોર્મ ભર્યા બાદ આજે વિવિધ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુવાડવા બેઠક પર છેલ્લી ઘડીએ ટિકિટ મેળવનાર સંજય પીપળીયાને જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને કોલીથડ બેઠકના વિજેતા ઉમેદવાર સામત બાંભવાને ઉપપ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. જયારે કારોબારી ચેરમેનમાં નરશીભાઇ સોજીત્રા, પક્ષના નેતા તરીકે પારૂલબેન કણસાગરા અને દંડક તરીકે અમરશીભાઇ ચૌહાણને જવાબદારી સોંપાઇ છે.

આ વખતની પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિગત સમીકરણોને ખૂબ ઝીણવટ પૂર્વક ધ્યાનમાં રાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પક્ષ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સર્વોચ્ચ પદો પર OBC ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળ આગામી સ્થાનિક અને સામાન્ય ચૂંટણીઓના સમીકરણો જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જિલ્લા પંચાયતના બંને મુખ્ય હોદ્દાઓ પર OBC જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ગોઠવાઈ જતાં હવે કારોબારી સમિતિના ચેરમેન પદ પર પાટીદાર સમાજના સભ્યની વરણી કરાઇ છે. સંગઠન દ્વારા આ રીતે તમામ જ્ઞાતિઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર કુવાડવા બેઠક રહી હતી, જ્યાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસથી જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા જ્યારે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમાં કુવાડવા બેઠક પર કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી અને સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ, ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારે પક્ષ દ્વારા દેવ કોરડિયાને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ મળતાની સાથે જ દેવ કોરડિયા ઉત્સાહભેર પોતાનું ફોર્મ ભરવા માટે પણ પહોંચી ગયા હતા. જોકે, રાજકારણમાં પલટો આવતા વાર લાગતી નથી અને આ બેઠક પર પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું.

ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ પક્ષના મોવડી મંડળ દ્વારા અણધાર્યો નિર્ણય લેવામાં આવ્યો અને દેવ કોરડિયાની ટિકિટ કાપી તેમના સ્થાને કુવાડવા ગામના સ્થાનિક અને સક્રિય સરપંચ સંજય પીપળીયાને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ટિકિટ મળ્યા બાદ સંજય પીપળીયા આ બેઠક પરથી ભવ્ય વિજય મેળવીને જિલ્લા પંચાયતમાં પહોંચ્યા હતા. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સ્થાનિક સ્તરે તેમની મજબૂત પકડને ધ્યાને રાખીને જ આજે જિલ્લા ભાજપ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદના તાજથી પણ નવાજવામાં આવ્યા છે.

બીજી તરફ ઉપપ્રમુખ તરીકે પસંદ કરાયેલા સામત બાંભવા કોલીથડ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે અને સંગઠનમાં લાંબો અનુભવ ધરાવે છે. પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ નવી વરણીઓ સાથે રાજકોટ જિલ્લા પંચાયતના શાસનનું નવું માળખું આકાર લઈ ચૂક્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લાના છેવાડાના ગામોનો વિકાસ કરવો અને પૂર્વ સરકારના અધૂરા રહેલા વિકાસ કાર્યોને પૂર્ણ કરવા તે તેમની પ્રાથમિકતા રહેશે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલના બાલમંડળે ૧૫૦૦૦ દંડવતની સિદ્ધિ મેળવી

Editor By Editor 5 days ago
હાઇપ્રોફાઇલ હેરાફેરી : અમદાવાદમાં મસિર્ડીઝ કારમાંથી ૬૯ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
ટંકારાની શ્રી રામ એજન્સીમાંથી તમાકુ ચોરનાર બે શખ્સ પકડાયા
જસદણ-સરધારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો
ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?