By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    10 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    10 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ

Editor
Last updated: 2026/05/26 at 3:27 PM
11 hours ago
Share
ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
SHARE

ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ

વૈકલ્પીક વ્યવસ્થાની ખાતરી આપ્યા બાદ પણ કોઈ સુવિધા નહીં કરી આપતા ધંધાર્થીઓ મનપા કચેરીમાં દોડી ગયા

મોંઘવારીના કપરા સમયમાં ધંધો છીનવાઈ જતાં પરિવારનું ગુજરાન મુશ્કેલ બન્યું: તાકિદે વ્યવસ્થા કરી આપવા માંગણી

અગ્ર ગુજરાત, રાજકોટ

સંતકબીર રોડ પર વર્ષોથી ધમધમતી અને 300 પરિવારનું ગુજરાન ચલાવતી ધરાર માર્કેટ પાડી નાંખતા વિવાદ સર્જાયો છે. ધંધા વિહોણા બનેલા ધંધાર્થીઓએ આજે મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ન્યાયીક કાર્યવાહી કરવા અધિકારીને આવેદન પાઠવ્યું હતું અને વૈકલ્પીક વ્યવસ્થાની પણ માંગણી કરી હતી. લાખાજીરાજ માર્કેટ બાદ વધુ એક જૂની માર્કેટ ચર્ચામાં આવી છે.

આવેદનપત્રમાં વેપારીઓએ તેમની વર્ષો જૂની રોજગારી અને વર્તમાન પરિસ્થિતિ અંગે રજૂઆત કરી છે. અને જણાવ્યું છે કે, સંતકબીર રોડ પર આવેલા સંજયનગર હોકર્સ ઝોનમાં દુધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આશરે 20 વર્ષ કરતાં વધુ સમયથી આ તમામ નાના વેપારીઓ સરકારના નિયત ધારાધોરણો મુજબ પોતાની રોજીરોટી કમાય છે અને નિયમિતપણે વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરે છે. મહાપાલિકા દ્વારા અગાઉ વેપારીઓને એવું આશ્વાસન અને ખાતરી આપવામાં આવી હતી કે માર્કેટના રિનોવેશન અને આધુનીકરણના હેતુસર આ જગ્યા હાલ પૂરતી ખાલી કરાવવાની જરૂર છે.

તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે આ જગ્યાએ નવું માર્કેટ ઊભું કરવામાં આવશે અને તમામ હોકર્સને નવા થડા તથા સુવિધાઓ બનાવી આપવામાં આવશે. તંત્રના આ વચન અને વિશ્વાસ પર ભરોસો રાખીને તમામ 4 હોકર્સ ઝોનના વેપારીએ સ્વૈચ્છિક રીતે અને કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્વક જગ્યા ખાલી કરી આપી હતી. પરંતુ જગ્યા ખાલી થઈ ગયા બાદ તંત્ર દ્વારા આ ગરીબ ધંધાર્થીઓને વૈકલ્પિક વેપાર માટે કોઈપણ હંગામી જગ્યા કે પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે વેપારીઓ રઝડી પડ્યા છે. આવેદનપત્રમાં વેપારીઓએ પોતાની આર્થિક કટોકટી અને લાચારી વ્યક્ત કરતા લખ્યું છે કે, આ હોકર્સ ઝોનમાં અંદાજે 300 થી વધુ નાના વેપારીઓ આખો દિવસ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.

આ તમામ શ્રમજીવીઓ માત્ર અને માત્ર પોતાના આ એક જ પરંપરાગત વ્યવસાય પર નિર્ભર છે. તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્રોત નથી કે તેઓ અન્ય કોઈ નવો ધંધો કે વ્યાપાર શરૂ કરી શકે તેમ નથી. ડિમોલિશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ધંધો સંપૂર્ણપણે બંધ થતાં તમામ રોજમદારો અને નાના વેપારીઓ અત્યારે આર્થિક સંકટના ઘેરા કૂવામાં ધકેલાઈ ગયા છે. રોજનું લાવીને રોજ ખાતા આ પરિવારો સામે હવે ભૂખે મરવાનો નોબત આવી ગઈ છે. વેપારીઓએ તંત્રને સણસણતો સવાલ કર્યો છે કે જો સરકારે માર્કેટ બનાવવાનું વચન આપ્યું હતું, તો અત્યારે અચાનક આ જગ્યા કોઈ ખાનગી માલિકીની હોવાનું કહીને હાથ અધ્ધર કેમ કરી લેવામાં આવી રહ્યા છે? વેપારીઓએ માંગ કરી છે કે મનપા આ બાબતે સકારાત્મક અને માનવીય અભિગમ અપનાવીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે અને વેપારીઓને રોજગારી માટે વૈકલ્પિક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગ કરાઈ છે.

અમને ત્યાં જ હોકર્સ ઝોન ફાળવી આપો: ધંધાર્થી

શાકમાર્કેટના ડિમોલિશન બાદ મનપા કચેરીએ ન્યાય માંગવા પહોંચેલા મહિલા વેપારી સરોજબેને જણાવ્યું હતું કે, અમે સરકારને એક જ નમ્ર અપીલ કરવા આવ્યા છીએ કે અમને જ્યાં અમે બેસતા હતા ત્યાં જ હોકર્સ ઝોન અથવા માર્કેટ બનાવી આપવામાં આવે. અમે સરકાર સાથે કોઈ લડાઈ કરવા નથી માંગતા, અમે સરકારને સહકાર આપવા તૈયાર છીએ. અમે અગાઉ પણ સરકારને ટેક્સ અને પાસની પહોંચના પૈસા ચૂકવતા હતા અને ભવિષ્યમાં પણ જે કંઈ ચાર્જ નક્કી થશે તે નિયમિત ભરવા તૈયાર છીએ. આ અમારી આજીવિકાનો સવાલ છે.

 

રોજગારી છીનવાતા પરિવારનું ભરણપોષણ કપરૂ બન્યું: વેપારી

સ્થાનિક વેપારી ભોલાભાઈએ જણાવ્યું કે, આ મોંઘવારીના કપરા સમયમાં મોટાભાગના ધંધાર્થીઓએ લોન લઈને પોતાના વેપાર ઉભા કર્યા છે. છેલ્લા 1.5 થી 2 મહિનાથી રોજગારી છીનવાઈ જતાં પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. મજબૂરીવશ જ્યારે વેપારીઓ રોડની આજુબાજુ કે અન્ય ખુલ્લી જગ્યાએ ઉભા રહીને ધંધો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મનપાની દબાણ હટાવવાની ગાડીઓ આવીને તેમને ત્યાંથી પણ ભગાડી મૂકે છે. ચાલુ માર્કેટ બંધ કરાવીને તંત્રએ વેપારીઓને બેહાલ કરી દીધા હોવાથી, આજે તમામ ધંધાર્થીઓએ એકઠા થઈને સત્તાધીશો સમક્ષ આજીવિકા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ઉગ્ર રજૂઆત કરી છે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લા પંચાયતમાં આપના કાર્યકરો સાયકલ પર પહોંચ્યા, ભાજપના તાયફાઓનો વિરોધ
રાજકોટ

જિલ્લા પંચાયતમાં આપના કાર્યકરો સાયકલ પર પહોંચ્યા, ભાજપના તાયફાઓનો વિરોધ

Editor By Editor 1 day ago
સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા
માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે હાજી મુહમ્મદ હાજીઅબ્બાની તાજપોશી
 સલામત ગુજરાત : ૧૧ રાજય કરતા ગુનાખોરીનો ગ્રાફ નીચો
ગોંડલના મોવિયામાં રાજાશાહી સમયની શાળાના કાટમાળની ઐતિહાસિક હરાજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?