By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન

Editor
Last updated: 2026/06/04 at 4:09 PM
3 hours ago
Share
વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન
SHARE

રૂપિયો પટકાયો તો સરકાર દોડી

વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન

પાંચ મહિનામાં રૂપિયો 6% તૂટ્યો, વિદેશી રોકાણકારોએ રૂ.2.6 લાખ કરોડ પાછા ખેંચ્યા; સરકાર ટેક્સ નિયમોમાં રાહત આપી બજારમાં વિશ્વાસ વધારશે

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના કારણે ભારતીય અર્થતંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે. ડોલર સામે રૂપિયાની સતત નબળાઈ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી મોટા પાયે મૂડી ઉપાડવામાં આવતા કેન્દ્ર સરકાર હવે વિશેષ પગલાં ભરવા જઈ રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ને આકર્ષવા માટે કેટલીક શ્રેણીના શેરોમાં ટેક્સ રાહતો આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વટહુકમ મારફતે ટેક્સ નિયમોને સરળ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે જો વિદેશી રોકાણકારોને ટેક્સમાં રાહત આપવામાં આવશે તો તેઓ ફરી ભારતીય બજાર તરફ આકર્ષાશે અને રૂપિયાને મળતું દબાણ પણ ઘટશે.
ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન ડોલર સામે રૂપિયો આશરે 6 ટકા નબળો પડ્યો છે. આ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી અંદાજે રૂ.2.6 લાખ કરોડની મૂડી પાછી ખેંચી લીધી છે. પરિણામે શેરબજાર તેમજ ચલણ બજાર બંને પર દબાણ સર્જાયું છે. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે અને આવનારી ધિરાણ નીતિમાં પણ કેટલાક મહત્વપૂર્ણ પગલાં જાહેર થઈ શકે છે.
યુદ્ધના કારણે વધેલા ક્રૂડ ઓઈલના ભાવ, આયાત ખર્ચમાં વધારો અને નિકાસ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકારો વચ્ચે સરકાર અર્થતંત્રને સ્થિર રાખવા માટે ક્રેડિટ ગેરંટી, નિકાસકારોને સહાય પેકેજ અને કસ્ટમ ડ્યૂટીમાં ફેરફાર જેવા વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. તેમ છતાં વિદેશી મૂડીની સતત બહારગમન ચિંતાનો વિષય બની રહી છે. વિદેશી રોકાણકારો લાંબા સમયથી કેપિટલ ગેઈન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં રાહતની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રોકાણ પર વધતા કરબોજના કારણે ભારતની સ્પર્ધાત્મકતા અન્ય દેશોની સરખામણીએ ઘટી રહી છે. કર નિષ્ણાતો પણ માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં થયેલા વધારાના કારણે રોકાણકારોની રસદારી ઓછી થઈ છે.
એક સમય એવો હતો જ્યારે ભારતનું કોર્પોરેટ ગ્રોથ અને માર્કેટ વેલ્યુએશન વૈશ્વિક રોકાણકારોને ખૂબ આકર્ષતું હતું, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોર્પોરેટ કમાણીમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. બીજી તરફ ચીન, બ્રાઝીલ, તાઈવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં વધુ આકર્ષક તકો મળતા રોકાણકારોનો ઝુકાવ ત્યાં વધ્યો છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને પણ સંકેત આપ્યો હતો કે સરકાર કેપિટલ ગેઈન અને STT સંબંધિત મુદ્દાઓ પર ખુલ્લા મનથી વિચાર કરવા તૈયાર છે. હવે કેબિનેટના નિર્ણય બાદ રોકાણકારોને રાહત મળવાની શક્યતા વધી છે.

રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે?

* ડોલર સામે રૂપિયો 6% તૂટ્યો
* ક્રૂડ ઓઈલ આયાત ખર્ચમાં વધારો
* વિદેશી મૂડીનું સતત બહારગમન
* વૈશ્વિક યુદ્ધ અને અનિશ્ચિતતા

FIIએ કેટલા રૂપિયા પાછા ખેંચ્યા?

* ચાલુ વર્ષમાં રૂ.2.6 લાખ કરોડનું ઉપાડ
* શેરબજારમાં વેચવાલી વધી
* ચલણ બજાર પર દબાણ સર્જાયું

સરકાર શું કરવા જઈ રહી છે?

* ટેક્સ નિયમોમાં રાહત
* વટહુકમ દ્વારા ફેરફાર
* પસંદગીના શેરોમાં ટેક્સ છૂટ
* વિદેશી મૂડી આકર્ષવાનો પ્રયાસ

રોકાણકારોની મુખ્ય માંગ

* કેપિટલ ગેઈન ટેક્સ ઘટાડો
* STTમાં રાહત
* કરવેરાની સરળ વ્યવસ્થા
* લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન

RBIની શું ભૂમિકા રહેશે?

* સરકાર સાથે સંકલન
* રૂપિયાને સ્થિર રાખવાના પ્રયાસ
* ધિરાણ નીતિમાં જાહેરાતની શક્યતા
* વિદેશી ચલણ ભંડારનું સંચાલન

કયા દેશો તરફ વળ્યા રોકાણકારો?

* ચીન
* બ્રાઝીલ
* તાઈવાન
* દક્ષિણ કોરિયા
* ભારતની સરખામણીએ વધુ આકર્ષક રિટર્નની આશાએ રોકાણનું સ્થળાંતર.

યુદ્ધનો ભારતીય અર્થતંત્ર પર પ્રભાવ

* ક્રૂડ મોંઘું બન્યું
* આયાત ખર્ચ વધ્યો
* નિકાસકારો પર દબાણ
* મોંઘવારી વધવાની આશંકા

આગળ શું જોવાનું?

* ટેક્સ રાહતોની સત્તાવાર જાહેરાત
* RBIની ધિરાણ નીતિ
* વિદેશી રોકાણમાં વધારો થાય છે કે નહીં
* રૂપિયાની સ્થિરતા અને શેરબજારની દિશા

You Might Also Like

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

ચાંદીની આયાત માટે DGFTની મંજૂરી ફરજીયાત

યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ

વલ્લભીપુરમાં પશુ ચોર ગેંગનો તરખાટ : ૧૫ દિવસમાં ૫૦થી વધુની ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો
ગુજરાત

ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે PGVCLના હેલ્પરને વીજ કરંટ લાગ્યો

Editor By Editor 3 days ago
મેરા યુવા ભારત દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે વીર સાવરકર જન્મ જયંતી નીમિતે નિબંધ સ્પર્ધા યોજાઈ
દ્વારકા મંદિરના પુન: જિર્ણોધ્ધારની કામગીરી હજુ શરૂ નહી થતા ભાવિકોમાં રોષ
રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ
વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?