By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

Editor
Last updated: 2026/06/04 at 4:50 PM
3 minutes ago
Share
 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ
SHARE

ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

મહાઆરતી, પૂજા સહિતની શિવ પરંપરા તૂટી છે, ૧૦ મહિનામાં કારણ આપ્યા વગર બે સાધુઓની હકાલપટ્ટી કરી : મહંતના આક્ષેપથી ચકચાર

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

લાખો ભક્તો અને નાગા સાધુઓની આસ્થાનું પરમ કેન્દ્ર એવું જૂનાગઢનું ઐતિહાસિક ભવનાથ મહાદેવ મંદિર ફરી એકવાર મોટા વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. મંદિરમાં સાધુતાનો અભાવ, સરકારી તંત્રની કથિત નિષ્ક્રિયતા, પવિત્ર શિવ પરંપરાઓનો ભંગ તેમજ સંસારી (ઓફિશિયલ) સ્ટાફના હાથમાં વહીવટ સોંપાતા ભગવાનના ભોગ-થાળ અને પૂજા પદ્ધતિમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાના સણસણતા આક્ષેપો સામે આવ્યા છે. ભવનાથ મહાદેવના ઉપાસક સાધુ શિવગીરી બાપુએ પ્રશાસન સામે મોટો સ્ફોટ કર્યો છે. બીજી તરફ, હાલ મંદિરનું સંચાલન સંભાળતા વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢીને વહીવટ સંપૂર્ણ પારદર્શક અને શાસ્ત્રોક્ત વિધિથી ચાલતો હોવાનો દાવો કર્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી ભવનાથ મંદિરે નિયમિત સેવા-પૂજા અને તપ કરતા સાધુ શિવગીરી બાપુએ પ્રશાસનની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “પાંચેક દિવસ પહેલા મને એસ.ડી.એમ. (SDM) એ રૂબરૂ મુલાકાત માટે બોલાવીને સીધું જ કહી દીધું કે—બાપુ, તમે કાલથી અહીંયા સવારે ન બેસતા, માત્ર સાંજે આરતીના સમયે આવી, આરતી કરી અને જતા રહેજો, અહીંયા વધારે સમય બેસવાનું નથી. જ્યારે મેં આ નિર્ણય પાછળનું કાયદેસરનું કારણ પૂછ્યું, ત્યારે અધિકારીએ એવો લુખ્ખો જવાબ આપ્યો કે તમે બેસો છો તેનાથી વિવાદ થાય છે. જો સાધુઓ જ પોતાના આરાધ્યના મંદિરમાં તપ-જપ નહીં કરે તો ક્યાં જશે?”

બાપુએ વધુમાં આક્ષેપ કર્યો કે, જ્યારથી સરકારે આ મંદિરનો વહીવટ સંભાળ્યો છે ત્યારથી સનાતન પરંપરાઓ જોખમાઈ છે. છેલ્લા ૧૦ મહિનામાં કોઈ પણ કારણ આપ્યા વિના અન્ય બે સાધુઓની પણ આ જ રીતે હકાલપટ્ટી કરવામાં આવી છે. તંત્ર માત્ર પુજારીઓ અને મેનેજરો દ્વારા જ આખું પ્રશાસન ચલાવવા માંગે છે અને સાધુઓની કોઈ કિંમત રહેવા દીધી નથી. અગાઉના સાધુ વહેલા 3 વાગ્યે ઊઠીને મંગળા આરતી કરતા હતા, જે શિવ પરંપરા હવે તૂટી રહી છે.

 

તંત્રની કામગીરી પર શિવગીરી બાપુએ ઉઠાવેલા સવાલો

નિયમોનો ભંગ: ગર્ભગૃહમાં જળાભિષેક અને પૂજા જેવી પવિત્ર વિધિઓ માત્ર 2થી 5 મિનિટમાં ઉતાવળે પૂરી કરાવી દેવાય છે. પુરુષો પેન્ટની ઉપર જ સીધેસીધી ધોતી લપેટીને પૂજામાં બેસી જાય છે.

પૂજાના નામે ઉઘાડી લૂંટ: મંદિરમાં સોળસો પૂજા કરાવવા માટે ભવનાથ મંદિર ટ્રસ્ટ ભાવિકો પાસેથી ₹500નો ચાર્જ વસૂલે છે. અગાઉ પરંપરાગત મહંતના સમયે પૂજા સામગ્રી મંદિર તરફથી અપાતી હતી, જ્યારે અત્યારે મેનેજર ભક્તોને જ બધો પૂજા સામાન સાથે લાવવા કહે છે. જો બધી સામગ્રી ભક્તોએ લાવવાની હોય, તો તંત્ર આ ₹500 શેના માટે વસૂલે છે?

ભગવાનના ભોગનું અપમાન: નીતિનિયમ પ્રમાણે સવાર-બપોરનો થાળ સમયસર ધરાવવાનો હોય છે, પરંતુ પ્રશાસનને ભોગનો ચોક્કસ સમય જ ખબર નથી. ક્યારેક પાંચ તો ક્યારેક સાત થાળ મરજી મુજબ ધરાવાય છે. કેટલીકવાર તો એક વાટકીમાં માત્ર બે થેપલાના કટકા નાખીને જ ભગવાનને ભોગ ધરી દેવામાં આવે છે, જે મહાદેવનું ઘોર અપમાન છે. પ્રશાસન જાણે-અજાણે ‘શિવ દોષ’ના મહાપાપનું ભાગીદાર બની રહ્યું છે. તંત્ર પાટોત્સવ ઉજવવાનું પણ વિસરી ગયું છે.

 આક્ષેપો પાયાવિહોણા છે : પ્રાંત ચિરાગ હીરવાણીયા

સાધુ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો સામે ભવનાથ મંદિરના વહીવટદાર અને વિસાવદરના પ્રાંત અધિકારી ચિરાગ હીરવાણીયાએ મક્કમતાપૂર્વક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ભવનાથ મંદિરની અંદર અત્યારે પ્રશાસન દ્વારા એક મેનેજર અને બે સત્તાવાર પૂજારીઓ રાખવામાં આવેલા છે, જેઓ સરકારના પે-રોલ પર છે અને નિયમિત પૂજા-અર્ચના ખૂબ જ સારી રીતે કરે છે. કલેક્ટરે વહીવટદાર તરીકે નિમેલી ટીમ દ્વારા દરરોજ સવાર-સાંજની પૂજા વિધિ, આરતી અને થાળ સંપૂર્ણ ધાર્મિક પ્રથાઓ અનુસાર જ થાય છે.” શિવગીરી બાપુ અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું કે, “શિવગીરી બાપુ એ મંદિરમાં કોઈ મહંત તરીકે નિમણૂક પામેલા અધિકૃત વ્યક્તિ નથી. તેઓ માત્ર મંદિરમાં આવીને લાંબો સમય બેસી રહેતા હતા. પૂજા કે આરતી સમયે હાજર રહેવાની તેમને છૂટ છે, પરંતુ લાંબો સમય મંદિરમાં એક જ જગ્યાએ બેસી રહેવું યોગ્ય નથી, કારણ કે તેનાથી વ્યવસ્થાપનના અન્ય પ્રશ્નો અને સુરક્ષા વિવાદો ઊભા થઈ શકે છે.” કાયમી મહંતની નિમણૂક અંગે તેમણે જણાવ્યું કે આ નિર્ણય આગામી સમયમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી જ લેવામાં આવશે. હાલમાં મંદિરનો વહીવટ એકદમ પવિત્ર અને પારદર્શી રીતે ચાલી રહ્યો છે.

You Might Also Like

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

દામોદરકુંડમાં મગર આવી ચડતાં શ્રધ્ધાળુઓમાં ફફડાટ

જૂનાગઢના ચોરવાડની ખેલાડીએ હોંગકોંગમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક

જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.રોનક ગોડાએ ડોકટરેટ પદવી મેળવી
રાજકોટ

કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.રોનક ગોડાએ ડોકટરેટ પદવી મેળવી

Editor By Editor 2 days ago
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત રાજકોટ રેલવે દ્વારા સેક્શન એન્જિનિયરમાં વૃક્ષારોપણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૫મીએ ફરી ગુજરાતમાં
રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા
મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?