ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા કાલે ભાગવત સપ્તાહ
કથા દરમિયાન દરરોજ વિવિધ મહોત્સવની ઉજવણી કરાશે
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ગુજ્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ દ્વારા તારીખ 6 શનિવાર થી તારીખ 13 શનિવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
જે અંગે ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ શ્યામ વાડીના પ્રમુખ રાજેન્દ્રભાઈ કાનજીભાઈ યાદવ એ જણાવેલ કે ધોરાજી સમસ્ત કડિયા સમાજ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના મહોત્સવ નિમિત્તે રેલવે સ્ટેશન પાસે આવેલ શ્યામ વાડી ખાતે તારીખ 6 શનિવારના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ થશે જેમાં કથાકાર પૂજ્ય શાસ્ત્રી શ્રી હેમેન્દ્રભાઈ જોશી (પૂજ્ય મોટાભાઈ) વ્યાસપીઠ પર બિરાજી પોતાની મધુર કંઠ દ્વારા સંગીતમય સુરાવલી સાથે શ્રીમદ ભાગવત કથા નું રસપાન કરાવશે આ પ્રસંગે દરરોજ વિવિધ મહોત્સવ યોજાશે જેમાં તારીખ 6 ને શનિવારના રોજ કથાનો પ્રારંભ થશે જેમાં પોથીયાત્રા બપોરે 3 કલાકે નીકળશે તેમજ તારીખ 9 ને મંગળવારના રોજ નરસિંહ પ્રાગટ્ય વામન અવતાર શ્રી રામ જન્મોત્સવ તેમજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ સાથે નંદ મહોત્સવ યોજાશે તારીખ 10 ને બુધવારના રોજ ગોવર્ધન લીલા રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ યોજાશે તારીખ 12 ને શુક્રવારના રોજ સુદામા ચરિત્ર ઉત્સવ ઉજવાશે તેમજ તારીખ 14 ને શનિવારના રોજ કથા વિરામ લેશે દરરોજ ભવ્ય રીતે ઉત્સવો ઉજવવામાં આવશે. તારીખ 14 ને શનિવારના રોજ જ્ઞાતિ સમૂહ ભોજનનો પણ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.
કથા દરમિયાન શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ યાદવ તેમજ શ્યામ કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તેમજ સક્રિય કાર્યકર્તા પંકજભાઈ મકવાણા ચંદુભાઈ ચાવડા નિખિલભાઇ વાઘેલા ભરતભાઈ વાઘેલા રાજુભાઈ ટાંક અનિલભાઈ રાઠોડ હેમલભાઈ ટાંક ચેતનભાઇ વાઘેલા કિશોરભાઈ વાઘેર વિજયભાઈ મારુ ધર્મેશભાઈ ગોહેલ અશોકભાઈ યાદવ અતુલભાઇ ટાંક વિજયભાઈ સોલંકી વિજયભાઈ મંડોરા કિરણભાઈ ચોવટીયા વગેરે સમાજના સક્રિય કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


