By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: “  ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
લેખક

“  ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “

Editor
Last updated: 2026/06/10 at 4:00 PM
2 months ago
Share
“  ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “
SHARE

૧૦ જૂન વિશ્વ ચક્ષુદાન દિવસ

“  ચલો ઉન્હે લે ચલે સૂરજ કી ઓર જીનકી આંખો મે અમાવસ બસા હે “

“વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા ચાલતા અભિયાન માં , બે વર્ષ માં 200 ચક્ષુદાન થકી 400 નેત્રહીન બંધુ ને રોશની મળી”

સૌથી વધુ અમેરિકામાં ચક્ષુદાન, શ્રીલંકામાં 80 ટકા લોકો સંકલ્પ પત્રો ભરેલા છે”

 

તા.૧૦ મી જૂન સમગ્ર વિશ્વ આ દિવસે ચક્ષુદાન દિવસ તરીકે મનાવી રહ્યા છે. આમતો આ સેવાકીય કાર્ય આખું વર્ષ અને વર્ષો વર્ષ કરવાથી દેશ માં મહદ અંશે આપણે નેત્રહીન ભાઈઓ બહેનો ને દૃષ્ટિ દાન આપી શકશુ. તેટલે જ સમગ્ર ભારત માં ચક્ષુદાન જાગૃતિ લાવવા  આપ સૌ જાણો છો તેમ છેલ્લા વીસ વર્ષ થી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં  વિવેકાનંદ યુથ ક્લબ ના મુકેશભાઇ દોશી માર્ગ દર્શન હેઠળ ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન ના  કન્વીનર શ્રી અનુપમ ભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી અભિયાન ચલાવી રહ્યા છે.

સમગ્ર ભારત  દેશ વિશ્વ માં આઈ બેન્ક નું સૌથી મોટું નેટવર્ક છે. ભારતમાં હાલ માં સાઠ લાખ કોર્નોયલ બ્લાઇન્ડ  છે જેને દ્રષ્ટિ પાછી મળી શકે છે.અત્યારે ભારત માં એક લાખ ચક્ષુદાન ની જરૂર છે પણ જાગૃતિ ના અભાવ ને કારણે પચાસ હજાર સુધી ના ચક્ષુદાન થાય છે. ભારત માં ચક્ષુદાન મેળવવા દર વર્ષે પચીસ હજાર લોકો નો વધારો થાય છે. સમગ્ર ભારત  એક કરોડ થી વધુ ભાઈઓ બહેનો અંધ છે. જેમાંથી ૮૦ ટકા ભાઈઓ બહેનો ને ચક્ષુદાન થકી દૃષ્ટિ દાન મળી શકે તેમ છે. વિશ્વ મા દર પાચ અંધ વ્યક્તિઓ માં એક વ્યક્તિ ભારત ની છે. વિશ્વ અન્ય દેશો ની સરખામણી એ ભારત માં ચક્ષુદાન પ્રમાણ માં ઓછું થાય છે.

હાલ માં વસ્તી ની દૃષ્ટિ એ અમેરિકા માં દર વર્ષે એક લાખ થી વધુ ચક્ષુદાન થાય છે. તેની સામે શ્રી લંકા માં 80 ટકા લોકો એ ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરેલા છે. તેથી શ્રી લંકા માં વધુ ચક્ષુદાન થાય . શ્રી લંકા માંથી જાપાન અને પાકિસ્તાન ઇમ્પોર્ટ કરે છે. ભારત માં સૌથી વધુ ગુજરાત માં થતું અને ટોપ ઉપર હતું. પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી હતું પણ તામિલનાડુ માં સૌથી વધુ ચક્ષુદાન થાય અત્યારે તમિલનાડુ પ્રથમ  છે. ગુજરાત માં આશરે સાડા પાંચ હજાર થી વધુ ચક્ષુદાન દર વર્ષે થાય છે. રાજકોટ માં આશરે વર્ષ ના પંદરસો વધુ ચક્ષુદાન થાય છે. જે વધુ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.

ચક્ષુદાન અભિયાન સમીતી ના સંયોજક અનુપમભાઈ દોશી વધુ માં જણાવે છે, કે દેશ માં સૌથી વધુ ચક્ષુદાન કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ માં થાય છે. દરેક ધર્મ મા દાન નું મહત્વ ખૂબજ હોઈ છે. જેમાં શ્રેષ્ઠ દાન, જીવન દાન, અને અભય દાન  છે. દેશ માં હજારો બાળકો એવા છે જેમને ખીલ ખીલાટ કરતા બાળકો ના નિર્દોષ મુખડા જોયા નથી. ઊગતા સુરજ ને નિહાળ્યો નથી. બગીચા નું રંગ બે રંગી ફૂલો નું સૌંદર્ય માણ્યું નથી. આંખ એ જીવ માત્ર ને મળેલ એક મૂલ્ય ભેટ છે. પણ જે જોઈ શકતા નથી.

તેની વેદના અપાર હશે. ફકત આપણા ગુજરાત માં બે લાખ થી વધુ લોકો કોર્નીયલ બ્લાઈન્ડ દૃષ્ટિહિન છે. અને  ભારત માં દર વર્ષે ૨૫૦૦૦  લોકો વધી રહ્યા છે. તેની સામે ચક્ષુદાન ખૂબજ ઓછું હોવા ને કારણે ભારત ને અંધત્વ થી દૂર કરવા ખૂબ સમય લાગશે. વ્યક્તિ ના મૃત્યું બાદ શરીર  સાથે આંખ બળી જાય છે, તેને બદલે દરેક સમાજ ના લોકો ચક્ષુદાન  કરાવવા પ્રયાસ કરે તો આપણે બે વ્યક્તિ ને દૃષ્ટિ દાન આપી શકશું. આ માનવતા કાર્ય ને વધુ પ્રજ્વલિત કરી શકીએ. હાલ માં દેશ ની અંદર ઓર્ગન ડોનેટ, સ્કિન ડોનેટ , અને ચક્ષુદાન કરવા અને કરાવવા વિવેકાનંદ યુથ ક્લબ   કાર્ય કરી રહ્યા છે. અને દિવસે ને દિવસે જન જાગૃતિ અભિયાન ઝુંબેશ પ્રબળ બનાવી રહ્યા છે.

ચક્ષુદાન અભિયાન સમિતિ ના સંયોજક ઉપેનભાઈ મોદી વધુ માં જણાવેછે કે  માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાના રંગે રંગાયેલા સેવાભાવી મુકેશભાઈ દોશી ના માર્ગ દર્શન હેઠળ કાર્યકર્તાઓ સુનીલ ભાઈ વોરા, હસુભાઈ રાચ્છ , નલીનભાઇ તન્ના, પ્રવીણ હાપલિયા ઉપીન ભીમાણી,  કેતન મેસવાણી,  જીગ્નેશ પુરોહિત, નયન ગંધા જહેમત ઉઠાવી પ્રચાર પ્રસાર સહયોગ આપી રહ્યા છે, આ ઉપરાંત મિત્રો સાથ સહકાર આપી રહ્યા છે. દરેક સમાજ ના લોકો,  તેની યુવા આ સંસ્થાઓ,સંગઠનો , રોટરી ક્લબો, લાયન્સ ક્લબો તથા શહેર સામાજિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ એસો, દરેક ચેમ્બરો તથા વેપારી સંસ્થાઓ અને સ્કૂલ કોલેજ ના સંચાલકો વિગેરે ખુબજ સહકાર આપી રહ્યા છે. રાજકોટ તથા સૌરાષ્ટ્ર ના અખબાર ના તંત્રીઓ, પત્રકાર મિત્રો આ માનવતા ના કાર્ય અથા યોગ્ય સહકાર આપી રહ્યા છે. ચક્ષુદાન વધુ થાય તે માટે દરેક સંસ્થાઓ એ  તેનું અભિયાન ચલાવું જોઈએ. અને ચક્ષુદાન કોણ કરી શકે  ? અને કેટલા સમય માં કરી શકે ? તે જાણકારી આપવી જોઈએ.

વિવેકાનંદ યુથ ક્લબ શહેર માં દરેક ચોક માં બેનર પોસ્ટર , સ્લોગન સાથે ઉભા રહી પેમ્પ્લેટ વિતરણ કરી લોકો ચક્ષુદાન માહિતી આપી રહ્યા છે. આ વર્ષ મા વધુ ને વધુ ચક્ષુદાન થાય તે માટે દરેક સંથાઓને સંકલ્પ પત્ર ભરવા વિનંતી કરશે. ટૂંક સમય એક ગુગલ સંકલ્પપત્ર બહાર પાડશે. તે વોટસએપ માધ્યમ બધાને મોકલવામાં આવશે. તેમાં લિંક ઉપર ક્લિક કરવાથી લોકો ઘેર બેઠા પોતાનો ચક્ષુદાન નો સંકલ્પ પત્ર ભરી શકશે. અને તે અમારા ઇમેઇલ ઉપર આવી જશે અને કોપી ભરનાર ના ઇમેઇલ ઉપર પણ મળી જશે.અને બન્ને સંસ્થા રાઉન્ડ ધી કલોક ૨૪ X ૭  સેવા આપી રહ્યા છે. આપના સગા સંબધી, મિત્રો માં કોઈ નું અવસાન થાય તો ચક્ષુદાન માટે સમજાવવા અને પ્રયત્ન કરવા અને અવસાન બાદ ૬ કલાક સુધી માં ચક્ષુદાન કોઈપણ ઉમર ની વ્યક્તિ કરી શકે છે. ચક્ષુદાન થઈ ગયા પછી મૃતક ના શરીર કે મુખ મા કોઈ ફેરફાર થતો નથી. તેથી કોઈપણ જાતના સંકોચ રાખ્યા વગર  નિર્ભયપણે ચક્ષુદાન કરવું જોઈએ,  તે માટે અનુપમભાઈ દોશી મો.નાં. ૯૪૨૮૨ ૩૩૭૯૬, ઉપેનભાઈ મોદી મો.નાં.૯૮૨૪૦ ૪૩૧૪૩ ઉપર સંપર્ક કરી શકો છો.

You Might Also Like

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.

RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 

‘ગુજરાતના મહાન લોક્નેતા અજાતશત્રુ સ્વ.વિજયભાઈ રુપાણીજી ’

જેન ઝી, આધ્યાત્મિકતા અને ભવિષ્ય: ટેકનોલોજીના યુગમાં અર્થની શોધ

શોખ ગજબનો! : દેશી રજવાડાંના દસ્તાવેજો, ચલણ, દુર્લભ તસવીરોના સંગ્રાહક રમેશગીરી ગોસાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
ગુજરાતરાજકોટ

જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું

Editor By Editor 5 days ago
રિક્ષાના ભાડામાં વધારો, ચાલકોને દિવાળી: ગ્રાહકોને હોળી
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?