By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 minutes ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    23 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ

Editor
Last updated: 2026/06/18 at 3:37 PM
11 minutes ago
Share
 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ
SHARE

 પથરા આઘા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું, છત્રી પણ ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું

 ગોંડલ સહિત ૬૨ તાલુકામાં વરસાદ, બાલાસિનોરમાં ૬ ઇંચ

જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, મહિસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ભિલોડામાં ૨.૯, સતલાસણામાં ૨.૮ અને ધનસુરામાં ૨.૬ ઇંચ પાણી વરસ્યુ : અમીરગઢના ઇકબાલગઢ અંડરબ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું, શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલી

વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો, લોકોએ કર્યો ઠંડકનો અહેસાસ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં.

આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.

હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદના બોરસદ અને પેટલાદ પંથકમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ આસપાસ પણ વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદ શરૂ થતા રેઇન કોટ વગર નીકળેલા વાહનચાલકો અટવાઈ ગયા હતા.

જામનગર શહેરમાં આજે મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જ્યારે શહેરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન હતા, ત્યારે વરસાદી વાતાવરણથી ઠંડક પસરી ગઈ છે.

અમરેલી શહેરમાં વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ છાંટા પડ્યા હતાં. જિલ્લાના ખીજડિયા (રાદડિયા) ગામે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે, હજુ ખેડૂતો ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પાલનપુર-અંબાજી હાઈવે પર આવેલી ધનિયાણા ચોકડી પર પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોકડી પર પાણી ભરાવાને કારણે વાહન-વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ધનિયાણા ચોકડી પર દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી યથાવત્ છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા પાણી ભરાતા અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને આ જ હાલાકીનો સામનો કરવો પડે છે.

અમીરગઢ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે 3 કલાક સુધી તોફાની વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં 7 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને શાળાએ જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ખેરાલુ અને સતલાસણા પંથકમાં પણ ભારે પવનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર બાજરીનો પાક પલળી જતાં ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ અને મેઘરજમાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. જ્યારે ખેડાના ગળતેશ્વરમાં ૨.૨ ઇંચ અને કપડવંજમાં ૨.૧ ઇંચ વરસાદ પડ્યો છે. દહેગામ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણીલાયક સાબિત થશે.

બનાસકાંઠાના સકલાણા ગામે વીજળીનો તાર પડતાં પિતા-પુત્રનું મોત

બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે ગત રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર એક્ટિવા પર સવાર થઈને ખેતરમાં પોતાના પાક માટે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આશરે રાત્રે 11 વાગ્યાની આસપાસ વીજળી અને વાવાઝોડાને કારણે 11 કેવી મેજરપુરા ટોપ પિન ફાયર થવાથી વીજળીનો તાર તૂટી પડ્યો હતો. તૂટેલો તાર પસાર થઈ રહેલા પિતા-પુત્ર પર પડતાં તેમને વીજ શોક લાગ્યો હતો, જેના કારણે તેમનું કરુણ અવસાન થયું.

7 દિવસ આગાહી અને એલર્ટ

  • 18 જૂન (આજે): બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું.
  • 19 જૂન: વરસાદનું જોર ઘટશે અને તે માત્ર અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લા પૂરતો મર્યાદિત રહેશે.
  • 19થી 24 જૂન: સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું થઈ જશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40°C ની આસપાસ રહેશે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ
રાજકોટ

અનીડામાં સરકારી જમીન પર કબજો કરવો ભારે પડ્યો, ભૂમાફિયાની ધરપકડ

Editor By Editor 24 hours ago
રોટરી કલબ ઓફ રાજકોટ રોયલ્સનો કાલથી પ્રારંભ
ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત
રાજકોટમાં વૈદિક મહાસભાના વેદ મહોત્સવમાં ધર્મ જ્ઞાનપીપાશુ લોકોનો મહેરામણ ઉમટયો
જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?