હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર
૮૭ ધાર્મિક સ્થળો સહિત ૧૨3૯ આસામીઓને નોટીસ અને ૧૧,૮૫૦નો વહિવટી ચાર્જ વસુલાયો : મનપા દ્વારા મેલેરીયા વિરોધી માસની ઉજવણી : વોર્ડ વાઇઝ જનજાગૃતિ રાત્રી સભા યોજાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનાકેસોમાં વધારો નોંધાતો હોય છે. આ રોગો ફેલાવતા મચ્છરો મુખ્યત્વે ઘરો અને ઘરની આસપાસ સંગ્રહ કરેલા પાણીમાં ઉત્પન્ન થાય છે, પછી તે વરસાદનું પાણી હોય કે ઘરમાં સંગ્રહ કરવામાં આવેલું પાણી હોય, ખુલ્લા પાણીમાં મચ્છર ઈંડામુકે છે, અને ત્યાંથી નવા અસંખ્ય મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટે ના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મનીપ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વિગેરે જ્યાં પાણી સંગ્રહ થાય છે ત્યાં મચ્છર નો ઉપદ્રવ થાય છે. આપણા ઘરમાં જ આપણો દુશ્મન મચ્છર ઉત્પન્ન થાય છે, અને તે આપણને કરડીને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગફેલાવે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુન માસને ‘’મેલેરિયા વિરોધી માસ’’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છરઉત્૫તિ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘઆરોગ્યશિક્ષણના કાર્યક્રમ તથા વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાતસાર્થક માટેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાંઆવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતેથી આરોગ્ય શિક્ષણ, ૫ત્રીકા વિતરણ, રેલી જેવા આરોગ્ય શિક્ષણના કાર્યક્રમ કરવામાં આવેલ તથા લોકોને મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા ૫ગલા વિશે માહિતગાર કરવામાં આવેલતથા રાત્રી દરમ્યાન બહોળી માત્રામાં જનસમુદાન એકત્રિત હોય તેવા ૧૮ સ્થળોએ રાત્રીસભાદ્વારા લોકોને મેલેરિયા તથા તેને નિયંત્રણ અર્થે લેવાના થતા ૫ગલા વિશે માહિતગાર કરવામાં આવેલ.
શહેરની૫૨૩ બાંધકામ સાઇટોની તપાસ કરવામાં આવીજેમાં મચ્છર ઉત્પતિથવાની સંભાવના અથવા મચ્છર ઉત્પતિ જોવા મળતા ૨૭૫બાંધકામ સાઇટ, ૩૪૧ હોસ્પિટલ અને લેબોરેટરીઓની તપાસ કરવામાં આવી જેમાં ૬૯હોસ્પિટલ અને લેબોરેટરીન, ૧૨૩ભંગારના ડેલા અને ટાયરનાસ્થળોનીતપાસ કરવામાં આવી જેમાં ૯૨ભંગારનાડેલા અને ટાયર વેપારીઓને નોટીસ, ૧૨૩સેલરવાળા બિલ્ડીંગની તપાસ કરવામાં આવી જેમાં ૬૨ નોટીસ આ૫વામાં આવેલ છે. ૨૧૩ ઇન્ડસ્ટ્રીઝ તપાસ કરવામાં આવી જેમાં ૧૪૪ નોટીસ આ૫વામાં આવેલ છે તથા ૮૭ ધાર્મિક સ્થળોની તપાસ કરવામાં આવી હતી.
મેલેરિયા-ડેંગ્યુ, ચિકનગુનિયા ફેલાવતા મચ્છર, ચોખ્ખા, બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે. આથી લોકો ઘર, પ્રિમાઇસીસમાં આ બાબતે તકેદારી રાખે અને મચ્છરના પોરા થતા અટકાવે અને મેલેરીયા-ડેંગ્યુ, ચિકનગુનિયા રોગ નિયંત્રણ અંગેની ઝુંબેશમાં સહકાર આપે તેવી દરેક નાગરિકોને અપીલ કરી છે.


