માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત
પિતા અને ભાઈઓ સાથે કૂવામાં મોટર ઉતારતા હતા ત્યારે પગ લપસતાં કૂવામાં પડી ગયા હતા
અગ્ર ગુજરાત, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે મુસ્લિમ યુવકનું કૂવામાં પડી જવાથી મોત નિપજ્યું હતુ. હુસેનાબાદ ગામના રાતડાં વાડીમાં ભીખા ભાઈ બંમ અને તેમના પૂત્રો વાડીએ કુવામાં મોટર ઉતારતા હતા એ દરમિયાન ઈસ્માઈલ ભીખા બમ (ઉ. વ. 27) નો પગ લપસી જતા કૂવામાં પડી ગયા હતા. પિતા અને ભાઈઓની નજર સમક્ષ યુવકનું કુવામાં પડી જતા મોત નિપજ્યું હતુ. આ બનાવથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકો ની મદદથી લાશને કુવામાં થી બહાર નિકાળી મુર્તદેહ ને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતી. આશાસ્પદ યુવકનું અકાળે મોત થતા પરિવારમા કરૂણ વલોપાતના દૃશ્યો સર્જાયા હતા.


