યુદ્ધની પરિસ્થિતીથી નિકાસ ખોરવાતા અસર
પોરબંદર યાર્ડમાં કેરીની ધૂમ આવક, ભાવ ઘટતા ખેડૂતો-વેપારીઓને સાત કરોડનું નુકસાન
પ્રતિ બોક્સે ૨૦૦થી ૪૦૦ તૂટ્યા: એક્સપોર્ટના ઓર્ડર રદ થયા અને મર્યાદિત થતા યાર્ડમાં કેરીનો ભરાવો
અગ્ર ગુજરાત, પોરબંદર
પોરબંદર માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે સીઝન દરમિયાન કેરીની આવકમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખા મણીએ આ વર્ષે યાર્ડમાં 1,18,646 બોક્સ કેરીની વધુ આવક નોંધાઈ છે. જો કે, વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિત ને કારણે કેરીની નિકાસ ખોરવાઈ જતાં અને સ્થાનિક સ્તરે બજારમાં ધૂમ આવક થવાના લીધે ભાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
પ્રતિ બોક્સે સરેરાશ રૂ.200 થી 400 જેટલા ભાવ ઓછા મળવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ઇજારેદારોને અંદાજે રૂ.7 કરોડ જેટલું મસમોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ચાલુ સીઝનમાં સાનુકૂળ હવામાનને કારણે આંબા પર કેરીનું ઉત્પાદન ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થયું હતું, જેના લીધે પોરબંદર યાર્ડમાં વહેલી સવારથી જ કેરીના બોક્સની ભારે આવક શરૂ થઈ ગઈ હતી.
પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધની કટોકટીના લીધે હવાઈ અને દરિયાઈ માર્ગે થતી કેરીની નિકાસમાં મોટો બ્રેક લાગ્યો હતો. વિદેશી ઓર્ડરો રદ થતાં અથવા મર્યાદિત થતાં દેશના અન્ય મોટા માર્કેટોની જેમ પોરબ દરના સ્થાનિક બજારમાં પણ કેરીનો ભરાવો થઈ ગયો હતો. પુરવઠો વધવા સામે સ્થાનિક માંગ મર્યાદિત રહેતાં ભાવોના ગણિત બગડ્યા હતા અને ઊંચા ભાવોની આશાએ બેઠેલા બાગાય તદારો તથા વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
યુદ્ધ અને વધુ ઉત્પાદન નડ્યા આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિના કારણે ટ્રાન્સપોર્ટેશન અને કસ્ટમ્સની મુશ્કેલીઓ વધી જતાં કેરીની વિદેશમાં થતી નિકાસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. એક તરફ બમ્પર ઉત્પાદનને લીધે યાર્ડમાં આવક વધી અને બીજી તરફ બહાર માલ ન મોકલાતા સ્થાનિક બજાર પર તેનું સીધું દબાણ આવ્યું હતું.
આવક વધી પણ ભાવો ગગડ્યા ગત વર્ષની તુલનામાં આ વર્ષે પોરબંદર યાર્ડમાં આશ્ચર્યજનક રીતે 1,18,646 બોક્સ કેરીની વધુ આવક નોંધાતા યાર્ડ કેરીથી ઉભરાઈ ગયું હતું. બજારમાં માલનો ભરાવો થતાં ખરીદદારો ઓછા મળ્યા, જેના કારણે પ્રતિ બોક્સ દીઠ રૂ.200 થી લઈને રૂ.400 સુધીનો સીધો ભાવઘટાડો જોવા મળ્યો હતો.
બજારના આ નકારાત્મક વલણને કારણે આખી સીઝન દરમિયાન ખેડૂતો અને ઇજારેદારોને અંદાજિત રૂ.7 કરોડ રૂપિયાનું ભાવફેરમાં નુકસાન વેઠવું પડ્યું છે. મોંઘા ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ સામે પૂરતા ભાવો ન મળતા બાગાયતદારો ભારે નિરાશ થયા છે.


