ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો
બોલાચાલી બાદ 5 મિત્રોએ આંખમાં સ્પ્રે છાંટી પથ્થર મારી ઢીમ ઢાળી દીધું
બૂટલેગર મિત્રોની જૂની અદાવત હત્યામાં પરિણમી, પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી
અગ્ર ગુજરાત, ઉના
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે મિત્રતાના સંબંધને કલંકિત કરતો ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. ગઈ કાલે રાત્રે ગામના સામા કાંઠે આવેલી વાડીમાં 6 મિત્રોની જમવાની પાર્ટી દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં 5 નરાધમ મિત્રોએ એકસંપ કરીનેમેહુલ હકુભાઈ વળવાતર ઉ.વ.35ની ઘાતકી હત્યા કરી નાખી.આરોપી ઓએ પહેલા મેહુલની આંખમાં સ્પ્રે છાંટી અંધબનાવ્યો અને ત્યારબાદ પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો.
વાડીમાં પાર્ટી દરમિયાન ખેલાયો ખૂની ખેલ ખેલાયા અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક મેહુલ હકુભાઈ વળવાતર ગઈકાલે રાત્રે પોતાના મિત્રો કરણ શંભુ ડગીયા,પિયુષ શંભુ ડગીયા, મહેશ ઉર્ફે દીકુ શંકરભાઈ મકવાણા,અજય વનાભાઈ ગુજરીયા અને દેવાભાઈ ભરતભાઈ રાઠોડ સાથે સામા કાંઠાની વાડીમાં જમણવાર માટે ભેગા થયા હતા પાર્ટી ચાલીરહી હતી તે દરમિયાન કોઈ બાબતે મેહુલ અનેઅન્ય મિત્રો વચ્ચે તકરાર થઈ ગઈ.જોતજોતામાં બોલાચાલીઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પાંચેયઆરોપીઓ મેહુલ પર તૂટી પડ્યા.નરાધમોએ મેહુલનીઆંખમાં તીખો સ્પ્રે છાંટી દીધો, જેથી તેને અસહ્ય બળતરા થવા લાગી.તકનો લાભ લઈ આરોપીઓએ પથ્થર વડે માથા-શરીર પર ઘા માર્યા અને લાકડીઓથી આડેધડ મૂઢમાર માર્યો. હુમલામાં મેહુલના પગનું હાડકુંભાંગી ગયું હતું અને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓથતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાડીમાં યુવાનનો મૃતદેહ પડ્યોહોવાની જાણથતાં જ ગીર ગઢડા પોલીસ તાત્કાલિકઘટનાસ્થળે દોડી ગઈ હતી.ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને DySP સી.સી. ખટાણા સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.
મૃતકના ભાઈ હિતેષભાઈ વળવાતરે પાંચેય આરોપી ઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.ગણતરીના કલાકોમાં જ પોલીસે કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુ ડગીયા, મહેશ ઉર્ફે દીકુ મકવાણા,અજય ગુજરીયાઅને દેવાભાઈ રાઠોડ એમ પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
મેહુલની હત્યાનાસમાચાર મળતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.યુવાન દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકની બહેનો અને પરીવારજનો એ આરોપીને તેમની સમક્ષ લાવવા માંગણી કરતાવાતાવરણ તંગબની ગયું હતું અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, DySP ખટાણાની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગીરગઢડા સરકારીહોસ્પિટલમાં ખસેડાયો હતો.મેહુલ ના મોતથી તેના માસૂમબાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
બૂટલેગર ભાઈઓ સહિતના આરોપીઓની જૂની અદાવત?
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતસામે આવીછે કે પાંચ પૈકી બે આરોપી કરણ અને પિયુષ સગાભાઈ છે અને દારૂનો ધંધો કરતા હોવાની ગ્રામજનોમાંચર્ચા છે. થોડા સમયપહેલાં આઆરોપીઓને મૃતકમેહુલ સાથે ઉગ્ર માથાકૂટ થઈ હતી,જેનું બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું.પરંતુ સમાધાન છતાં મનદુઃખ યથાવત રહેતાં અને કાલે રાત્રે પાર્ટીમાં ફરી બોલાચાલી થતાં જૂની અદાવતનો બદલો લેવા આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી મેહુલની હત્યા કરી નાખી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.ઘટનાસ્થળેથી શંકાસ્પદ વસ્તુ ઓ કબજે, FSLની મદદ લેવાઈ હતી પોલીસને હત્યા ના સ્થળેથી ગોદડાં,સ્પ્રેની બોટલ,વાસણો સહિતની અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.ગુનાના પુરાવા એકત્ર કરવા અને હત્યાની સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ કરવા પોલીસે FSLની ટીમની મદદ લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ નોધમધમાટ શરૂ કર્યો છે.


