પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ
ડિમોલેશન વખતના જમવાનો ખર્ચ અધિકારીઓના ખિસ્સામાંથી ચૂકવવા માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પ્રકિયા હાથ ધરવામાં આવી ત્યારે માત્ર જંગલેશ્વર વિસ્તારમાં નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક અતિ ગંભીર દુઃખદાયક પરીસ્થીતી નિર્માણ થઈ હતી લાચાર પિડીતોના વર્ષો જુના આશિયાના પર બુલ ડોઝર ફરી રહ્યા હતા ત્યારે એવી વિકટ પરિસ્થિતિમાં પીડીતોએ અન્ન જળનો ત્યાગ કરી પોતાની અતિ દુઃખદ વિકટ ઘડીએ પોતાની બર્બાદી નજરે નિહાળી રહ્યા હતા એવા સમયે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના પેટનો ખાડો પૂરવા મિજામાનીનો લુફ્ત માણી રહ્યા હતા.
ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિનંતી છે કે આ મિજબાનીનો તમામ ખર્ચ જવાબદાર અધિકારીઓના ખિસ્સામાં માંથી વસુલાત કરવામાં આવે કારણ કે જંગલેશ્વર ડીમોલેશનની કામગીરી દેશહિતની નિગેબાની સમાન હતી નહિ. પિડીતોના વ્યાકુળ સંજોગોમાં પ્રજાના ટેક્સના પૈસે થી ભરવામાં આવતી તિજોરીઓને આવી રીતે ખાલી કરવી અયોગ્ય સાબિત થશે.
આ બિલ પાછળ ભુતકાળના કેટલા પદાધિકારીઓની ટકાવારી સાથે સંડોવણી છુપાયેલી છે તે બાબત ગુજરાત સરકાર દ્વારા તટસ્થ તપાસ થાય ધરવામાં આવે અને તમામના નામ ઉજાગર કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.
તેમજ ગુજરાત સરકાર દ્વારા શુભ પ્રસંગ (અવસર )અને વિકટ પરિસ્થિતિ (અવદશા) બાબતે સરકારી ખર્ચે મિજબાનીનો લુફ્ત માણી રહ્યા અધિકારીઓને ભાન કરાવવા ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા શરૂ કરાવવામાં આવે જેથી કરીને માનવતા નેવે મૂકનાર તેવી રજુઆત શહેર કોંગ્રેસ મહામંત્રી નરેશ પરમાર દ્વારા મનપામાં કરવામાં આવી છે.


