RTOમાં સર્વરની ટેકનિકલ ખામીથી રદ થયેલી અપોઇમેન્ટની નવી તારીખ જાહેર
તા.૧૬ થી ૨૨ જૂનના અરજદારો માટે તા.૨૭થી ૨૮મી સુધી ખાસ વ્યવસ્થા
અગ્ર ગુજરાત, રાજકોટ
આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ કેમ્પમાં ગત તા. ૧૬ જૂન ૨૦૨૬ થી ૨૨ જૂન ૨૦૨૬ દરમિયાન સર્વરની ટેકનિકલ ખામીને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી હતી. પરિણામે જે અરજદારોએ આ સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવેલ હતી, તેઓની સુવિધા તેમજ અરજદારોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા નીચે મુજબની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું છે કે, તા. ૧૮ જૂન થી ૨૦ જૂન ૨૦૨૬ દરમિયાન એપોઇન્ટમેન્ટ બુક કરાવનાર અરજદારો માટે આગામી શનિવાર અને રવિવાર સહિતના દિવસોમાં ટેસ્ટ યોજવામાં આવશે.
તા. ૧૮ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૦૮.૩૦ થી સાંજે ૦૭.૩૦ વાગ્યા દરમિયાન એપોઇન્ટમેન્ટ ધરાવતા તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અરજદારોએ તા. ૨૭ જૂન ૨૦૨૬ના રોજ એપોઇન્ટમેન્ટ લીધી હોય એ સમયગાળા દરમિયાન જ ટેસ્ટ આપવા હાજર રહેવું.
તા. ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ સવારે સવારે ૦૮.૩૦ થી બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ ધરાવતા અરજદારોએ તા. ૨૭ જૂન ૨૦૨૬ ના ૦૮.૩૦ થી બપોરે ૦૨.૦૦ વાગ્યા દરમિયાન ટેસ્ટ આપવા હાજર રહેવું તથા તા. ૧૯ જૂન ૨૦૨૬ ના રોજ બપોરે ૦૨.૦૦ થી સાંજે ૦૭.૩૦ વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ ધરાવતા અરજદારોએ તા. ૨૭ જૂન ૨૦૨૬ ના રોજ બપોરે ૦૨.૦૦ થી સાંજે ૦૭.૩૦ વાગ્યા દરમિયાન ટેસ્ટ આપવા હાજર રહેવું.
તા. ૨૦ જૂન ૨૦૨૬ ના રોજ સવારે ૦૮.૩૦ થી સાંજે ૦૭.૩૦ વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ ધરાવતા તમામ અરજદારોએ તા. ૨૮ જૂન ૨૦૨૬ના રોજ એ જ સમયગાળા દરમિયાન ટેસ્ટ આપવા હાજર રહેવું, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.


