આવતીકાલે યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ
વધુમાં વધુ નાગરિકોને જોડાવા ડૉ. માધવ દવેની અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ ઝાલાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો લોકપ્રિય કાર્યક્રમ ’’મન કી બાત’’ દ્વારા દર માસના અંતિમ રવીવારે ’મન કી બાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ માસનો ’મન કી બાત’ નો કાર્યક્રમ આવતીકાલે તા. ૨૮-૦૬-૨૦૨૬ ને રવીવારે સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ’મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાશે. આ કાર્યક્રમ મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓ સાથે સંપર્કમાં રહે છે અને દેશવાસીઓ પાસેથી આવેલ વિવિધ સુચનો અંગે ચર્ચા-પરિસંવાદ કરવામાં આવે છે આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તેમજ રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં રાજકોટ શહેરના હોદેદારો જોડાઇને કાર્યક્રમને નિહાળશે. તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ જાહેર અનુરોધ કર્યો છે.


