સનાતન સેતુ હનુમંત કથાની સફળતા માટે સ્વયંસેવકોનું બહુમાન
હિન્દુને જોડો’ના એક સૂર સાથે સ્વયંસેવકોની અનન્ય સેવા: કિશોર ખંભાયતા
અગ્ર ગુજરાત, રાજકોટ
‘નાત જાત ને તોડો, હિન્દુ ને જોડો’ના એક સૂર સાથે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ આયોજીત બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથાના સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સ્વયંસેવકો જુદી જુદી કમીટીઓમાં સેવા આપી ખરેખર સાર્થક કર્યું હતું અને કથા ને ચાર ચાંદ લગાડી દીધા હતા કથાના મુખ્ય આયોજક શ્રી કિશોરભાઈ ખંભાયતા જણાવ્યું હતું. અને તમામ સમિતિના કાર્યકર્તાઓને સાલ ઓઢાડીનેને બહુમાન કિશોરભાઈ ખંભાયતા(ડુનેક્ષ) પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
આ સન્માન ના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ મુખ્ય આયોજકો, સમિતિના અધ્યક્ષ,જાણીતા ઉદ્યોગપતિશ્રી કિશોરભાઈ ખંભાયતા(ડુનેક્ષ), ડો.આશિષભાઈ શુકલ, રાજેશભાઈ પિલાઇ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, પરેશભાઈ રૂપારેલીયા, ડેનિશભાઈ આડેસરા વિજયભાઈ પારખીયા , નરેન્દ્ર ભાઈ દવેપોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મનો ધ્વજ સતત લહેરાતો રહે હિન્દુ સમાજમાં એકતા સાથે ધર્મમાં વાતાવરણ ઊભું થાય એ આપણો પ્રયત્ન કાયમ રહેવો જોઈએ અને કથામાં તમામ સંજોગોએ તન મન ધન થી જે કાર્ય કરી તથા કથાને સફળ બનાવેલ છે તે બદલ સમિતિ બધા જ સેવકો સ્વયંસેવકોનોઆભાર માને છે. અને જુદી જુદી સમિતિના સ્વયંસેવકોને અભિનંદન પાઠવેલ હતા.


