જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને ૭ માસની સજા ફટકારતી કોર્ટ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરની પરણીતાએ જેતપુર કોર્ટમાં તેણીએ તેઓના પતિ વિરૂધ્ધ ભરણ-પોષણ મેળવવા માટે અરજી કરેલી જેમાં કોર્ટે પરણીતાને માસીક રૂા.૧૨,૦૦૦/–(અંકે રૂપીયા બાર હજાર પુરા) દરેક માસે ચુકવી આપવાનો હુકમ કરેલો પરંતુ તેણીના પતિ મોહમદસરફરાજશાહ સતારભાઈ બાનવા ૮ માસના ભરણ-પોષણ ની રકમ ભરતા ન હોય તેમજ કોર્ટમાં ઈરાદાપુર્વક હાજર રહેતા ન હોય તેથી જેતપુરના મહે.ફેમેલી જજ સાહેબે રૂા.૯૬,૦૦૦/-(અંકે રૂપીયા છનુ હજાર પુરા) નહી ચુકવવામાં કસુર બદલ ૭ માસની સાદી કેદની સજા ફરમાવેલ ઉપરોકત કિસ્સો કોર્ટનો હુકમ હોવા છતાં ભરણ-પોષણ નહી ચુકવતા પતિઓ માટે લાલબતી રૂ૫ કિસ્સો છે.
ઉપરોકત કેસમાં પરણીતા વતી જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી મીસ પારૂલ જી.સિંધવડ એ આરોપીને જેલમાં મોકલી આપવા માટે દલીલો કરી જે દલીલો ગ્રાહય રાખી તા.૩૦/૬/૨૬ નારોજ આરોપીને ૭ માસની સજા ફરમાવેલ છે.


