પોરબંદર નજીક કપાસિયાના બાંચકામાં છુપાવી લઇ જવાતો કરોડનો દારૂ ઝડપાયો
૨૫૫૯૦ બોટલ, 3૭ સહિત રૂ.૧.૧૫ કરોડનો મુદામાલ સાથે ડ્રાઇવર સહિત બેની ધરપકડ
અગ્ર ગુજરાત, પોરબંદર
માધવપુરથી પોરબંદર તરફ આવતા નેશનલ હાઇવે પર ટ્રકમાં કપાસિયાના બાચકાની આડમાં છુપાવીને લઈ જવાતી વિદેશી દારૂની 25,560 બોટલો મળી આવતા પોલીસે આરોપીને ઝડપી લઇ કુલ રૂ. રૂ.1.15 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર પોલીસને બાતમી મળેલ કે, માધવપુર થી પોરબંદર તરફ આવતા નેશનલ હાઇવે ઉપર ટ્રક નં. GJ-32-T-7002માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને આવે છે. જેથી એલસીબી ટીમ ગોસા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા, ત્યારે બાતમી મુજબનો ટ્રક આવતા રોકાવી ટ્રક ચેક કરતા કપાસીયાના બાચકાઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ પુઠાના બોક્ષ મળી આવતા ટ્રક ડ્રાઇવર બાલુ ટપુભાઇ મોરી ઉ.વ.૨૮ રહે. ગોઢાણા ગામ હોલડીનેશ તા.જી. પોરબંદરવાળાના કબ્જાના ટ્રક નં. GJ-32-T-7002 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ પેટીઓ નંગ-1119 કુલ નાની-મોટી 25560 નંગ દારૂની બોટલ મળી આવી હતી.
જેની કિંમત રૂ. 1,00,30,872 તથા ટ્રક, મોબાઈલ ફોન, બાચકા મળી મળી કુલ રૂ.1,15,49,872નો મુદામાલ કબ્જે કરી પોરબંદર જિલ્લાના ગોઢાણા ગામે હોલડીનેસ માં રહેતો બાલુ ટપુ મોરીને ઝડપી લઇ પૂરછપરછ કરતા ટ્રક ડ્રાઇવરને ભાણવડ તાલુકાના રાણીવાવનેસના વીરા હીરા હુણએ પાસ્તરડી ગામના આરોપી ખીમા મેસુર કોડીયાતર તથા જૂનાગઢનો આરોપી ભગુ કરશન ભારાઈના કહેવા મુજબ ટ્રક માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી દારૂ ભરેલ ટ્રક આરોપી બાલુ ટપુ મોરીને સોંપી જરૂરી સમજ કરી આ ટ્રક આરોપીઓના સંપર્કમાં રહી તે કહે તે મુજબ પોરબંદર પહોંચાડવા જણાવેલ હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ચારેય આરોપી સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.15 હજારના ભાડા માટે એક કરોડનો માલ પહોંચાડવાનો સોદો! પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક ડ્રાઇવરને પોરબંદર સુધી દારૂનો જથ્થો પહોંચાડવા માટે રૂ.15 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના દારૂના જથ્થાની હેરાફેરીમાં ડ્રાઇવર વાહક તરીકે કામ કરતો હોવાનું સામે આવતાં હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે.


