મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીના હસ્તે જૈન વિઝનનાં મિલન કોઠારીનું સન્માન
એકતારો ફાઉન્ડેશન આયોજિત એક્સલન્સ એવોર્ડ સમારોહ: પદ્મશ્રી હેમંત ચૌહાણની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
એકતારો ફાઉન્ડેશન દ્વારા આયોજિત એકતારો એકસલન્સ એવોર્ડ-૨૦૨૬ અંતર્ગત જૈન વિઝનનાં સંયોજક અને સામાજિક કાર્યકર મિલન કોઠારીનું સન્માન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી હેમંત ચૌહાણ અને 1008 મહામંડલેશ્વર મહેદ્રાનંદ ગિરીજી મહારાજના હસ્તે આ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોક ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ હતી.
મિલન કોઠારીએ કહ્યુ હતું કે, જૈન વિઝન માત્ર એક નામ નથી, પરંતુ સર્વ સમાજ, સર્વજન હિત અને માનવસેવાની ભાવનાથી કાર્યરત એક પ્રયાસ છે. સમાજસેવા, શિક્ષણ, જીવદયા, સંસ્કૃતિ અને સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો અમારો નમ્ર પ્રયત્ન સતત ચાલુ છે.
આ એવોર્ડ માત્ર મારું સન્માન નથી, પરંતુ જૈન વિઝન સાથે જોડાયેલા દરેક સહયોગી, શુભેચ્છક, મિત્ર અને પરિવારજનના વિશ્વાસનું સન્માન છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા કલાકારો, ગાયકો, સામાજિક આગેવાનોનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અનેક નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.


